અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં પ્રજાસત્તા પર્વની ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ થઈ રહી છે. એ બધાની વચ્ચે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર…
ADVERTISEMENT
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં પ્રજાસત્તા પર્વની ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ થઈ રહી છે. એ બધાની વચ્ચે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળ્યો છે. રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળતા ખળભળાટ મચી ગયો છે.
રેલવે સ્ટેશન પર ક્રાઈમબ્રાંચના ધાડા ઉતર્યા
સતત 24 કલાક મુસાફરોથી ધમધમતા રહેતા કાલુપુર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર અજાણ્યા શખ્સે મેનેજરને મોકલતા ખળભળાટ મચ્યો છે.રેલવે સ્ટેશન પર RPF અને GRPF દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જો કે આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી હોવાના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ પ્રજાસત્તાર પર્વ પૂર્વે આ પ્રકારના સમાચારથી અમદાવાદના આ ધમધમતા રેલવે સ્ટેશનમાં ક્રાઈમબ્રાંચના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્ત રીતે તપાસ શરુ કરી છે.
ટ્રેનને ઉડાવી દઈશું
કાલુપુર રેલવે સ્ટેશન પર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સ્ટેશનના મેનેજરને મળેલો ધમકી ભર્યો નનામો પત્ર હાલ અમદાવાદ પોલીસને સોંપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ પત્રમાં ગીતામંદિર અને કાલુપુર રેલવે સ્ટેશન બંનેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યા પત્રમાં લખાયું છે કે, અમે ટ્રેનને ઉડાવી દઇશું. વધુમાં ધમકી આપતા લખાયું છે કે, આજે ગરબામાં એક પણ પુરુષોએ રમવું નહીં.
આ પણ વાંચો: ક્રિકેટમાં હવે અદાણી ગ્રુપની એન્ટ્રી, મહિલા IPL ની પાંચ ટીમનું ઓક્શન પૂર્ણ
ADVERTISEMENT
રોજના બે લાખ મુસાફરોની અવર-જવર
ઉલ્લેખનીય છે કે, કાલુપુર રેલવે સ્ટેશને દરરોજ બે લાખથી વધુ મુસાફરો અવર જવર કરે છે. ત્યારે પત્ર દ્વારા મળેલી ધમકીને લઇને સઘન સુરક્ષા ગોઠવી દેવાઇ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT