મેઘરાજા છેલ્લી ઈનિંગમાં તોફાની બેટિંગ કરી શકે, અ’વાદ સહિત આ વિસ્તારોમાં વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ચોમાસાની આ સિઝન દરમિયાન મેઘરાજા ઘણા મહેરબાન રહ્યા છે. તેવામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ચોમાસાની આ સિઝન દરમિયાન મેઘરાજા ઘણા મહેરબાન રહ્યા છે. તેવામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. વળી અમદાવાદની વાત કરીએ તો સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તથા SG હાઈવે, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ, મકરબા અને સરખેજ બાજુ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
ઓક્ટોબરના બીજા સપ્તાહમાં થશે થંડર સ્ટોર્મ એક્ટિવિટી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઓક્ટોબર મહિનાનાં બીજા સપ્તાહમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. તેવામાં વલસાડ, ગીર સોમનાથ, નવસારી, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાઈ શકે છે.
ADVERTISEMENT
ચોમાસું વિદાય લેતા પહેલા વરસશે
રાજ્યમાં હવે ચોમાસુ આગામી સપ્તાહમાં વિદાય લે એવી આગાહી કરવામાં આવી છે. પરંતુ વિદાય લેતા પહેલા મેઘરાજા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે દશેરા વખતે ભાવનગરમાં વરસાદ પડ્યો હતો. જ્યારે અસહ્ય ઉકળાટ પછી સાબરકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ સાબરકાંઠા, પાલનપુર પંથકમાં અચાનક આજે વાતાવરણમાં પલટો આવી વરસાદ પડવા લાગ્યો હતો.
ADVERTISEMENT