અમદાવાદમાં કડકડતી ઠંડીનો અનુભવ, આગામી સપ્તાહ સુધીમાં શીતલહેરના એંધાણ
અમદાવાદઃ ગુજરાતમાં હવે ઠંડીનો પગપેસારો થઈ ચૂક્યો છે. ગુલાબી બાદ કડકડતી ઠંડી શિયાળીની શરૂ થઈ ગઈ છે. તેવામાં હવે ઉત્તરાયણ પહેલા ફરી એકવાર ઠંડીનો ચમકારો…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં હવે ઠંડીનો પગપેસારો થઈ ચૂક્યો છે. ગુલાબી બાદ કડકડતી ઠંડી શિયાળીની શરૂ થઈ ગઈ છે. તેવામાં હવે ઉત્તરાયણ પહેલા ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાય એવા અહેવાલો મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સપ્તાહ સુધીમાં ઠંડીમાં જોરદાર વધારો થઈ શકે છે. 13 જાન્યુઆરી પછી એટલે કે ઉત્તરાયણથી હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના જણાઈ રહી છે. ચલો તહેવારો વચ્ચે શિયાળાની મજા પર નજર કરીએ…
આ પણ વાંચો… જો આ બિલ્ડિંગમાં મકાન હશે તો પાણી,ગટર અને વીજળી બધું કપાશે જાણો કેમ…
ઉત્તરાયણ પહેલા ઠંડીમાં વધી શકે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 જાન્યુઆરીથી જ કોલ્ડ વેવ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. આની સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સ્વેટર પહેરવાની જરૂર પડી શકે છે. એટલે કે અહીં 10થી 11 ડિગ્રી સુધી તાપમાન નોંધાય એવા એંધાણ જણાઈ રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો… વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લોકદરબાર યોજ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ
પવન પણ જોરદાર ફૂંકાશે
અહેવાલો પ્રમાણે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 10થી 11 KMPH રહી શકે છે. જ્યારે નલિયામાં શીત લહેર પ્રસરે એવી શક્યતા છે. કેટલાક સ્થળો પર તો પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક નોંધાવવાનાં એંધાણ જણાઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો અહીં ઓખા સૌથી ગરમ તથા નલિયા સૌથી ઠંડુ જોવા મળી શકે છે. અત્યારે માઉન્ટ આબુમાં પણ ઠંડીનો ચમકારો હિલ સ્ટેશનના સૌંદર્યને અલગ જ રીતે તારવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો…શું હવે ચા પણ મોંઘી થઈ જશે? પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયની અસરો જાણો…
ADVERTISEMENT
ADVERTISEMENT