‘અમારી મહેમાનગતિથી સાવચેત રહેવું…’ ન્યૂયર પહેલા અમદાવાદીઓને પોલીસે આ રીતે ચેતવ્યા
અમદાવાદ: રાજ્યભરમાં દારુબંધી હોવા છતાં થર્ટી ફર્સ્ટ પર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. 31મી ડિસેમ્બર પહેલા અમદાવાદ પોલીસ સજ્જ થઈ ગઈ છે અને દારૂ…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યભરમાં દારુબંધી હોવા છતાં થર્ટી ફર્સ્ટ પર દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. 31મી ડિસેમ્બર પહેલા અમદાવાદ પોલીસ સજ્જ થઈ ગઈ છે અને દારૂ બંધી, ડિંક એન્ડ ડ્રાઈવ સહિતના નિયમો તોડનારા શહેરીજનોને ખાસ અંદાજમાં વોર્નિંગ આપી દીધી છે. સાથે જ નિયમોનું પાલન કરવા પણ લોકોને અપીલ કરી છે.બીજી તરફ રાજ્યભરમાં પણ પોલીસ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે.
શહેરીજનોને પોલીસની અનોખા અંદાજમાં વોર્નિંગ
અમદાવાદ પોલીસે ખાસ અંદાજમાં શહેરીજનોને ચેતવણી આપી છે. જેમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે, આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમારી મહેમાનગતિથી સાવચેત રહેવું… જોખમી ડ્રાઈવર્સ, દારૂ પીધેલા ડ્રાઈવર્સ, નિયમો તોડનારાઓ માટે ફ્રી એન્ટ્રી. DJ લોકઅપ દ્વારા સ્પેશ્યલ પરફોર્મેન્સ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
— Ahmedabad Police ?♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 31, 2022
સી.જી રોડ સાંજે 6 વાગ્યાથી વાહનો માટે બંધ
અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પંચવટી ચાર રસ્તાથી સ્ટેડિયમ ચાર રસ્તા સુધી સીજી રોડ તમામ પ્રકારના વ્યવહાર માટે બંધ રહેશે. એસ.જી હાઈવે પર મોડી સાંજથી બારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે તેને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સી.જી રોડ પર નવા વર્ષની ઉજવણી કરવા માટે પહોંચતા હોય છે. એવામાં આ વર્ષે પણ સાંજે 6 વાગ્યાથી તેને બંધ કરવામાં આવશે. પકવાનથી સાણંદ ક્રોસ રોડ સુધીનો રોડ પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ અંગે ટ્રાફિક વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગુજરાત પોલીસ પણ થર્ટી ફર્સ્ટ પહેલા એક્શન મોડમાં
DGP વિકાસ સહાયે રાજ્યમાં પોલીસ વ્યવસ્થા વિશે જણાવ્યું હતું કે, મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. રાજ્યના 700માંથી 600 પોલીસ સ્ટેશનમાં SHE ટીમની રચના કરવામાં આવી છે. જે આજે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી યુવતીઓની સલામતી સુનિશ્ચિત કરશે. આ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં એક વુમન હેલ્પ ડેસ્કની રચના કરવામાં આવી છે. આજે સાંજે પ્રોહીબિશનની ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પકડવા દરેક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લામાં વાહન ચેકિંગ, નાકાબંધી અને ફાર્મ હાઉસની ચેકિંગ માટે વ્યવસ્થા કરાઈ છે.
ADVERTISEMENT
ડ્રગ્સનું સેવન કરનારાની 3-4 મિનિટમાં સ્થળ પર ઓળખ કરાશે
રાજ્યમાં 3000 બ્રેથ એનેલાઈઝર્સ ડિપ્લોય કરાયા છે. ડ્રગ્સનું સેવન અને હેરાફેરી ન થાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પોલીસને ડ્રગ્સનું સેવન કરનારાની ઓળખ કરવા માટે સલાઈવા ડિટેક્શન કિટ પણ આપવામાં આવી છે. સ્થળ પર જ 3-4 મિનિટમાં જ આ કિટ રિપોર્ટ આપશે. રાજ્યના દરેક જિલ્લામાં 7000 ટ્રાફિક કેમેરા લાગ્યા છે. જેનું જિલ્લા અને ગાંધીનગરમાં કંટ્રોલરૂમમાંથી મોનિટરિંગ કરાય છે. આજે સાંજે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આનું ખાસ મોનિટરિંગ કરાશે અને ટ્રાફિક સંબંધિત જરૂરી સૂચનો આપવામાં આવશે. આ સાથે જ અસમાજિક તત્વો પર નજર રાખવા માટે કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ રોડ પર ઉતરીને આવા લોકો પર નજર રાખશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT