અમદાવાદમાં દેરાણી-જેઠાણીનો હત્યારો સેક્સ વિકૃત યુવક નીકળ્યો, એક કડી મળી ને આખો કેસ ઉકેલાઈ ગયો
અમદાવાદ: શહેરના છેડે આવેલા ભુવાલડી ગામમાં તાજેતરમાં બે મહિલાઓની હત્યા કરેલી લાશ મળી આવી હતી. જેને લઈને અમદાવાદ જિલ્લા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના છેડે આવેલા ભુવાલડી ગામમાં તાજેતરમાં બે મહિલાઓની હત્યા કરેલી લાશ મળી આવી હતી. જેને લઈને અમદાવાદ જિલ્લા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જેમાં કામવાસનામાં અંધ બનેલા ગામના જ એક વ્યક્તિએ શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. મહિલાએ ના પડતા તેની હત્યા કરી નાખી. તેની સાથે રહેલી અન્ય મહિલાની પણ આ વ્યક્તિએ હત્યા કરી નાખી. આમ સેક્સ વિકૃતિ ધરાવતા આરોપીએ કરેલા ડબલ મર્ડર કેસને પોલીસે ઉકેલી તેની ધરપકડ કરી લીધી છે.
લાકડા વીણવા ગયેલી દેરાણી-જેઠાણીની લાશ મળી
અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભુવાલડી ગામમાં ગત 3 ફેબ્રુઆરીના રોજ લાકડા વીણવા નીકળેલા દેરાણી-જેઠાણીની સાંજ સુધી ઘરે પરત નહોતા ફર્યા. આથી પરિવારજનોએ તેમને શોધવાનું શરૂ કર્યું હતું. પરંતુ બંને મળ્યા નહીં. ત્યારબાદ ગામ લોકો પણ તેમને શોધવામાં લાગ્યા એવામાં ખેતરમાંથી બંનેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ બંનેની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ તપાસમાં પોલીસને કોઈ લૂંટ ન જણાઈ ત્યારે હત્યા પાછળનું કારણ શું હતું તે જાણવું જરૂરી હતી.
આ પણ વાંચો: આણંદથી રાજસ્થાન જઈ રહેલી જાનૈયાની બસમાં આગ ભભૂકી ઉઠી, લોકોનો જીવ તાળવે ચોંટયા
ADVERTISEMENT
કેવી રીતે આરોપી સુધી પહોંચી પોલીસ?
એવામાં પોલીસને ગામમાં ખેતરમાં રહેતા એક વ્યક્તિ પર શંકા ગઈ, આથી તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી, પણ તેણે નિર્દોષ હોવાનું રટણ કર્યું. થોડા દિવસો સુધી પોલીસે તેના પર વોચ રાખી અને તેના વિશે તપાસ કરી ત્યારે તે ચારિત્ર્યહીન હોવાનું અને વાસના માટે સતત મહિલાઓને હેરાન કરતો હોય તેમ જાણવા મળ્યું. એવામાં પોલીસને માહિતી મળી કે બંને મહિલાની હત્યા કરાઈ તે દિવસે આરોપી ખેતરમાં જ હતો. આથી રોહિત ચુનારા નામના આ યુવકની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી. દરમિયાન તેણે જ તે દિવસે સાંજે બંને મહિલાઓની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો આરોપી
આ પાછળ રોહિતે ઘટના ક્રમ વિશે જણાવતા કહ્યું કે, બંને મહિલાઓ તે દિવસે સાંજે ખેતરમાં લાકડા વીણવા આવી હતી. આથી તેણે એક મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું, પરંતુ મહિલાએ વિરોધ કરતા તેની હત્યા કરી નાખી. દરમિયાન મહિલાની સાથે રહેલી અન્ય મહિલાની પણ તેણે ધારિયું મારીને હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT