અમદાવાદ ઠેર-ઠેર તૂટેલા રોડ છતાં મેયર કહે છે, ‘અમે બનાવેલા રોડની એક કાંકરી પણ હટી નથી’
અમદાવાદ: ચોમાસાની સીઝનમાં હાલ શહેરભરમાં ઠેર-ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ખરાબ રોડના કારણે વાહન ચાલકોને ભારે ત્રસ્ત થઈ ગયા છે. પરંતુ અમદાવાદના…
ADVERTISEMENT
અમદાવાદ: ચોમાસાની સીઝનમાં હાલ શહેરભરમાં ઠેર-ઠેર રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ખરાબ રોડના કારણે વાહન ચાલકોને ભારે ત્રસ્ત થઈ ગયા છે. પરંતુ અમદાવાદના મેયર કિરીટ પરમાર (Kirit Parmar) તો કંઈક અલગ જ દાવો કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે શહેરમાં નવા બનાવેલા એકપણ રોડ ધોવાયા નથી અને તૂટેલા રોડ માટે કોર્પોરેશન જવાબદાર નથી.
‘કોન્ટ્રાક્ટરોની કોઈ બેદરકારી નથી’
અમદાવાદના મેયર કિરીટ પરમારે એક નિવેદનમાં જણાવ્યું કે, જેટલા નવા રોડ બનાવાયા છે એમાંના કોઈ રોડની એકપણ કાંકરી આટલા વરસાદમાં હટી નથી, એકપણ રોડ ધોવાયો નથી, એકપણ રોડ ડેમેજ થયો નથી. પેચ વર્ક કરાયું હોય ત્યાં રોલર ફર્યું ન હોય ત્યાં જ ધોવાણ થયું છે. કોર્પોરેશન દ્વારા ઘણા મોટા રોડ RCCના બનાવવામાં આવી રહ્યા છે. વરસાદ હવે ઓછો થતા કોર્પોરેશન દ્વારા સતત રાત-દિવસ નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરની અત્યારે કોઈ બેદરકારી નથી અને અમે તેને છાવરતા નથી.
ADVERTISEMENT
રસ્તાઓ તૂટવા માટે ખાનગી સંસ્થાઓ જવાબદાર
મેયરના કહેવા મુજબ શહેરમાં જે રસ્તાઓ તૂટ્યા છે તે પાછળ ખાનગી સંસ્થાઓ જવાબદાર છે, જે મનફાવે તેમ રસ્તા પર ખોદકામ કરે છે. આમ તેમણે રોડ પરના ખાડા માટે ખાનગી સંસ્થાઓને જવાબદાર બતાવીને કોર્પોરેશન અને પોતાનો લુલો બચાવ કર્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ શહેરભરમાં વરસાદ બાદ ઠેર-ઠેર રસ્તાઓ ધોવાયા હતા, ભુવાઓ પડ્યા હતા. તેમ છતાં અમદાવાદના મેયર તો કંઈક અલગ જ વાત કરી રહ્યા છે.
ADVERTISEMENT