યુવક 30 લાખમાં બોગસ પાસપોર્ટથી UK પહોંચી ગયો, 6 મહિને પાછો ઘરે આવતા અમદાવાદ એરપોર્ટ પર પકડાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: એરપોર્ટ પર યુ.કેથી આવેલી ફ્લાઈટમાં અમદાવાદ આવેલા એક ભારતીય યુવકની બોગસ પાસપોર્ટ સાથે ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે. ઓગસ્ટ 2022માં યુવકને પોર્ટુગલની એક મહિલા પોતાનો પુત્ર બતાવીને યુકે લઈ ગઈ હતી. આ માટે યુવકે મહિલાને પાસપોર્ટ તથા PR સુધીના તમામ ખર્ચ માટે 30 રૂપિયા ચૂકવ્યા હતા. જોકે 6 મહિના બાદ અમદાવાદ પરત આવતા જ એરપોર્ટ પરથી તે પકડાઈ ગયો હતો.

ક્રિશ્ચિયન નામ પણ હાથમાં ઓમ દોરેલો હતો
ઘટનાની વિગતો મુજબ, યુ.કેથી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. જેમાં એક ભારતીય પેસેન્જરના પાસપોર્ટમાં ક્રિશ્ચિયન નામ હતું. જ્યારે તેના હાથ પર ઓમ દોરેલો હતો. આથી શંકા જતા ઈમિગ્રેશન ઓફિસરે તેને અટકાવ્યો હતો અને તેના માતા-પિતાનું નામ પૂછ્યું હતું. જોકે યુવક કોઈ જવાબ આપી શક્યો નહોતો. જેથી તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ તુષાલ પટેલ હોવાનું અને અમદાવાદના બોપલમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. સાથે તેનો પાસપોર્ટ પણ બોગસ હોવાનું યુવકે કબૂલ્યું હતું.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ હવે હિન્દુ રીતિ રિવાજ મુજબ નતાશા સાથે લગ્ન કર્યા, સામે આવી લગ્નની સુંદર તસવીરો

ADVERTISEMENT

કેવી રીતે યુવક UK પહોંચ્યો?
યુવકે પકડાઈ ગયા બાદ ઈમિગ્રેશન વિભાગને જણાવ્યું હતું કે, 2021માં રીટા મેનેજેસ નામની પોર્ટુગલની મહિલાએ તેને લંડન લઈ જવાની ખાતરી આપીને જન્મના પ્રમાણપત્રના આધારે બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો હતો. આ બાદ .યુવક ઓગસ્ટમાં ફેમિલી પરમિટ ટુ જોઈન વિઝા પર યુ.કે ગયો હતો. આ માટે તણે મહિલાને 30 લાખ રૂપિયા આપ્યા હતા. તે ઓગસ્ટથી અત્યાર સુધી UKમાં જ રહેતો હતો. પરંતુ 6 મહિના બાદ ઘરે પરત આવતા જ એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે પકડાઈ ગયો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT