અમદાવાદમાં ગણપતિબપ્પાની સાથે આવી મેઘસવારી, ગુજરાતમાં મેઘરાજાએ ફટકારી સદી!
અમદાવાદઃ ગુજરાતમાં આ સિઝનમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન ગણેશ ચતુર્થીના અવસરે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં આ સિઝનમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન ગણેશ ચતુર્થીના અવસરે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અત્યારે બીજી બાજુ પશ્ચિમ વિસ્તારમાં આંબાવાડી, એસ.જી.હાઈવે, શિવરંજીની ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં મેઘરાજાની સેન્ચુરી, 100 ટકાને પાર વરસાદ
રાજ્યમાં અત્યારે છૂટોછવાયો વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો અત્યારસુધી સિઝનનો 101.07% વરસાદ ખાબકી ચૂક્યો છે. એટલે કે રાજ્યમાં કુલ 859.19 મીમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારના 66 તાલુકાઓ પૈકી મોટાભાગનામાં 40 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. અત્યારે રાજ્યમાં એવો એકપણ વિસ્તાર નહીં હોય જ્યાં ઓછો વરસાદ પડ્યો હશે.
મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે
ADVERTISEMENT
- ખેડા, મહીસાગરમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ આજે ખાબકી શકે છે.
- નવસારી અને પંચમહાલમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
- પોરબંદરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
- ગણેશોત્સવ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી
- સોમવારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે હાટકેશ્વર, કાંકરિયા, વટવા, વસ્ત્રાલ જેવા વિસ્તારોઓમાં રહેતા લોકોને બફારાથી રાહત મળી હતી. બીજી બાજુ હવે ગણેશોત્સવ પણ આવી રહ્યો છે તો લોકોને આ વરસાદ વિઘ્ન ન નાખે એની પણ ચિંતા રહેલી છે.
ADVERTISEMENT