AHMEDABAD માં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, કોર્પોરેશનના મોટા મોટા દાવાઓ ધોવાઇ ગયા

ADVERTISEMENT

AMC about water logging
AMC about water logging
social share
google news

અમદાવાદ : શહેરમાં ગત મોડી રાતથી વરસાદી માહોલ જામી ચુક્યો છે. શહેરમાં શ્રીકાર વર્ષા છે. કેટલાક વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અસારવા, પ્રગતીનગર, હાટકેશ્વર, સેટેલાઇટ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મોટા ભાગના અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ જ્યાં જ્યાં ઓવરબ્રિજ છે ત્યાં ત્યાં બંન્ને છેડે પાણી ભરાઇ ગયા છે. વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવતા સાબરમતિ નદીમાં નવા નીરની આવક થઇ છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી હજુ પણ વધારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

શહેરના વરસાદી હોટસ્પોટ તેવા અસારવા, હાટકેશ્વર, સેટેલાઇટ, વેજલપુર, એસજી હાઇવેનો કેટલોક વિસ્તાર, શાસ્ત્રીનગર, નારણપુરા સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને અસારવામાં ગોઠણડુબ પાણી છે તો. હાટકેશ્વરમાં તો કમર કમર સુધીના પાણી ભરાઇ ચુક્યા છે.

પ્રગતિનગર વિસ્તારમાં પાણી

અમદાવાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદના પગલે શાસ્ત્રીનગર અને પ્રગતીનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાણી ભરાઇ જવાના કારણે સ્થાનિકો ભારે પરેશાન થયા છે. AEC બ્રિજ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાણક્યપુરી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. આ ઉપરાંત એસજી હાઇવે અને નરોડા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે.

ADVERTISEMENT

કોર્પોરેશનના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા

અત્રે ઉળ્લેખનીય છે કે, પ્રતિ વર્ષ વરસાદી પાણીના નિકાલ માટેના મોટા મોટા દાવાઓ કરનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પોલ ખુલી ચુકી છે. ફરી એકવાર ધોધમાર વરસાદે તમામ દાવાઓ ધોઇ નાખ્યા છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT