Corona Cases : ફરી કોરોનાની એન્ટ્રીથી રાજ્યમાં ફફડાટ, અમદાવાદમાં 7 અને ગાંધીનગરમાં વધુ એક કોરોના કેસ નોંધાયો
Ahmedabad Corona Cases : દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. એવામાં આજે ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના હાલ 7 કેસ…
ADVERTISEMENT
Ahmedabad Corona Cases : દેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. એવામાં આજે ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના હાલ 7 કેસ પોઝિટિવ આવ્યા છે. આ 7 માંથી 5 વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા દર્દીઓ છે. 3 પુરુષ, 4 મહિલા કોવિડ પોઝિટિવ છે. તમામ 7 કેસ પાછલા એક સપ્તાહમાં નોંધાય છે. આ તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદ રહેવાસી છે. હાલ તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.જોધપુર, પાલડી, અને ઘાટલોડિયા વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.
ગાંધીનગરમાં વધુ એક કોરોના કેસ નોંધાયો
પાટનગર ગાંધીનગરમાં આજે વધુ એક કોરોના કેસ સામે આવ્યો છે. સેકટર-3માં રહેતા 57 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે ગાંધીનગરના સેક્ટર-6માં રહેતી 57 અને 59 વર્ષીય બે મહિલા દક્ષિણ ભારતના પ્રવાસમાં જઇને આવ્યા બાદ કોરોના સંક્રમિત થઇ હતી.
આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની સમીક્ષા બેઠક યોજાઈ હતી
એવામાં આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને રાજ્ય સચિવો સાથે દેશમાં કોરોનાની સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી હતી.આ દરમિયાન તમામ રાજ્યોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.સમીક્ષા બેઠકમાં મનસુખ માંડવિયાએ કહ્યું કે, આ પરિસ્થિતીમાં ગભરવાની જરૂર નથી પરંતુ આપણે બધાએ સાવચેત રહેવાની જરૂર છે.
ADVERTISEMENT
3 મહિનામાં એકવાર હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવી ફરજિયાત
ઉપરાંત આ બેઠકમાં તમામ રાજ્યોને દર 3 મહિનામાં એકવાર તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યોને સંપૂર્ણ મદદની પણ ખાતરી આપી હતી. આ બેઠકમાં આસામ, અરુણાચલ, દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પુડુચેરી, તેલંગાણા, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોના આરોગ્યમંત્રીએ ભાગ લીધો હતો. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે “સમગ્ર સરકાર” વિઝન સાથે એકબીજા સાથે કામ કરે. આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. હોસ્પિટલની સજ્જતા, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT