અમદાવાદમાં વાયુ પ્રદુષણમાં થયો ધરખમ વધારો, આ વિસ્તારમાં 399 AQI નોંધાયો
અમદાવાદઃ અત્યારે સમગ્ર દેશમાં દિવાળીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં અત્યારે મીડિયા અહેવાલો પ્રમાણે ગત 2 વર્ષની તુલનામાં આ વર્ષે અમદાવાદમાં વાયુ પ્રદુષણના…
ADVERTISEMENT
અમદાવાદઃ અત્યારે સમગ્ર દેશમાં દિવાળીની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં અત્યારે મીડિયા અહેવાલો પ્રમાણે ગત 2 વર્ષની તુલનામાં આ વર્ષે અમદાવાદમાં વાયુ પ્રદુષણના પ્રમાણમાં તોતિંગ વધારો નોંધાયો છે. એક બાજુ ફટાકડાની ધૂમ બોલાવાઈ રહી છે તો બીજી બાજુ ધુમાડાથી વાયુ પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું છે. અત્યારે જોવા જઈએ તો સૌથી વધુ 399 AQI નવરંગપુરા વિસ્તારમાં નોંધાયો હતો. તેવામાં નિષ્ણાંતોને હવાની ગુણવત્તા હજુ પણ ખરાબ થઈ શકે છે એનો ભય સતાવી રહ્યો છે.
સ્થિતિ હજુ પણ વણસી શકે છે
મીડિયા અહેવાલો પ્રમાણે અત્યારે વાયુ પ્રદુષણમાં તોતિંગ વધારો નોંધાયો છે. હવાનો ગુણવત્તા રેટ પણ અત્યારે 120ને પાર પહોંચ્યો છે જ્યારે નવરંગપુરામાં તો 399 AQI નોંધાઈ જતા સ્થાનિકોમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું છે. ઉલ્લેખનીય છે કે આની સાથે ચાંદખેડામાં 319 અને રાયખડમાં 279 AQI નોંધાયો છે. દિવાળીની રાત પછી આમાં વધારો થયો છે અને આગળ પણ સ્થિતિ વણસી શકે છે.
રાષ્ટ્રીય સ્તરે હવાની ગુણવત્તા પર નજર રાખતી સરકારી વેબસાઈટ દ્વારા આપવામાં આવેલા ડેટા પર નજર કરીએ તો, દિવાળી પછી હવાની ગુણવત્તા સૂચકાંકમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં સૌથી ખરાબ વાતાવરણ જોવા મળ્યું હતું. દિલ્હીમાં મોટાભાગના સ્થળોએ AQI 301-400ની રેન્જમાં રહ્યો, જે પ્રદૂષણના ગંભીર સ્તરને દર્શાવે છે. નિષ્ણાતોના મતે આ પ્રદૂષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વાસ સંબંધી રોગો થઈ શકે છે. જેમ AQI 401થી ઉપર જાય છે, હવાની ગુણવત્તા ‘ગંભીર’ સ્તરે પહોંચે છે. આનાથી સ્વસ્થ લોકોને શ્વસન સંબંધી રોગ થવાનું જોખમ રહે છે, તેમજ જેઓ પહેલાથી જ બીમાર છે તેમના માટે ગંભીર સ્થિતિનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
જોકે, દિલ્હી સિવાય દેશના બાકીના મેટ્રો શહેરોની વાત કરીએ તો સ્થિતિ બહુ સારી દેખાતી નથી. તો ચલો આપણે મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ અને કોલકાતામાં દિવાળી પછી હવાની ગુણવત્તા પરની અસર પર નજર કરીએ…
ADVERTISEMENT
1.મુંબઈઃ
દિવાળી પછી દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. અહીં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે છે. ખાસ કરીને ફટાકડાને કારણે પ્રદૂષણમાં સૌથી વધુ વધારો જાન્યુઆરીથી નોંધાયો છે. મંગળવારે સવારે, અહીંના વિવિધ વિસ્તારોમાં AQI 200 થી ઉપર હતો, જે ખરાબ હવાની ગુણવત્તા દર્શાવે છે. જોકે, દિલ્હીની સરખામણીમાં આ સ્થિતિ સારી છે. કેટલાક વિસ્તારોમાં AQI પણ 200ની નીચે જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
2. બેંગલુરુ
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં હવાની ગુણવત્તા દિવાળી પછી પણ સ્થિર અથવા સંતોષકારક શ્રેણીમાં રહી હતી. કેટલીક જગ્યાએ ફટાકડા ફોડવાને કારણે હવા ખરાબ હોવાના અહેવાલો પણ મળ્યા છે. જોકે, અન્ય મેટ્રો શહેરોની સરખામણીએ અહીં સ્થિતિ સારી હતી.
3. ચેન્નઈ
તમિલનાડુની રાજધાનીનો AQI દિવાળી પછી ઘણો ઊંચો રહ્યો છે. અહીં અનેક વિસ્તારોમાં ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. CPCBના ડેટા અનુસાર, ચેન્નઈમાં AQI નબળી શ્રેણીમાં રહ્યો. અલંદુર બસ ડેપોથી રોયાપુરમ સુધીનો AQI 200-250ની વચ્ચે નોંધાયો હતો. અન્ય કેટલાક વિસ્તારોમાં તે 200થી પણ નીચે હતો.
4. કોલકાતા
ચક્રવાત સિતારંગનો ભય પશ્ચિમ બંગાળના કોલકાતામાં દિવાળીની ઉજવણી પર પડછાયો હતો. અહીં છુટાછવાયા ફટાકડા ફોડવા છતાં ભારે પવનને કારણે પ્રદૂષણ અટક્યું ન હતું. મોટાભાગના વિસ્તારોમાં AQI 30થી 60ની રેન્જમાં નોંધવામાં આવ્યો હતો, જે હવાની ગુણવત્તાની સારી શ્રેણી દર્શાવે છે.
ADVERTISEMENT