ચૂંટણી પહેલા ભાજપની વધી ચિંતા, આ ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: એક તરફ ચૂંટણી છે તો બીજી તરફ સરકાર વિરુદ્ધ અનેક જગ્યાએ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સરકાર વિરુદ્ધ જૂનાગઢમાં વિરોધ શરૂ થયો છે. ગત મહિને માલધારી સમાજના એક લાખથી વધુ લોકોના સંમેલનમાં ભાજપ સરકારને ચેતવણી આપી હતી કે અમને અમારો અધિકાર આપવામાં આવે અને પશુઓ માટે બનાવેલા કડક કાયદા પાછા ખેંચવામાં આવે. નહિ તો સમાજના આગેવાનો નિર્ણય લેશે તેમ જ કરીશું. ભાજપ વિરુદ્ધ મત કરીશું. હવે ચોરવાડમાં ભાજપને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ચોરવાડ ગામમાં બેનરો લાગ્યા
માલધારી સમાજના એક લાખથી વધુ લોકોના સંમેલનમાં ભાજપ સરકારને ચેતવણી આપી હતી. તેમ છતાં ભાજપ સરકારે માલધારી સમાજની વાત સુદ્ધાં કરી ન હોવાથી રોષે ભરાયેલા માલધારી સમાજે જૂનાગઢના ચોરવાડ ગામમાં બેનરો લગાવી દીધા છે.  જેમાં લખ્યું છે કે ભાજપના લોકો અમારા ગામમાં મત માંગવા ન આવે. ભાજપ માલધારી વિરોધી પાર્ટી છે. આમ ચૂંટણી પહેલા જ્યારે પ્રચાર અને બેઠકોનો દોર શરૂ છે ત્યારે હવે ચોરવાડમાં ભાજપના નેતાઓને પ્રવેશવા પર રબારી, ભરવાડ, માલધારી અને ચરણ સમાજે પ્રતિબંધ લગાવ્યો છે.

લોકોએ એમ પણ કહ્યું હતું કે, જો ભાજપ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું, એટલું જ નહીં, દ્વારકાના સોમનાથમાંથી અમને એક પણ બેઠક જીતવા નહીં દઈએ. હવે જોવાનું એ છે કે ભાજપ ઝુકે છે કે કેમ. કારણ કે સૌરાષ્ટ્રમાં પણ ભાજપની પકડ ઢીલી છે. ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે મોટાભાગની બેઠકો જીતી હતી. ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં જો માલધારી સમાજના લોકો અને ચારણ, ગઢવી, ભરવાડના લોકો ભાજપની વિરુદ્ધમાં હોય તો ભાજપને 2022 ની ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT