બજેટ સત્ર પહેલા AAP એ વિધાનસભામાં પક્ષના નેતાની કરી પસંદગી, આ નેતાને સોંપી મોટી જવાબદારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરી તકાત લગાવી દીધી હતી.. પરંતુ ગુજરાતમાં કેજરીવાલનો જાદુ ચાલ્યો ન હતો. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીએ અનેક ગેરેન્ટી આપી પરંતુ ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને 182 બેઠકો માંથી ફક્ત 5 બેઠકો પર જ નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટેની તૈયારી કરી દીધી છે. ત્યારે હવે બજેટ સત્ર પહેલા આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાની વિધાનસભામાં ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરી છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં પ્રવેશ મેળવી લીધો છે. રાજ્યમાં 5 બેઠકો જીત્યા છે. આ દરમિયાન હવે  અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભામાં આપના પક્ષના નેતા તરીકે ચૈતર વસાવાના નામ પર મહોર મારી છે. ત્યારે ઉપનેતા તરીકે  હેમંત ખવાના નામ પર મહોર મારી છે.

23 ફેબ્રુઆરીથી બજેટ સત્ર
15 મી વિધાનસભાનું પ્રથમ બજેટ મળવા જઈ રહ્યું છે. ત્યારે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે.  24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે.

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીના આ ઉમેવદવારોનો વિજય થયો 
વીસાવદર સીટ પરથી ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટણી જીત્યા
ગારિયાધાર બેઠક પરથી  સુધીર વાઘાણી ચૂંટણી જીત્યા
જામજોધપુર બેઠક પરથી   હેમંત આહીર ચૂંટણી જીત્યા
બોટાદ બેઠક પરથી  ઉમેશ મકવાણા ચૂંટણી જીત્યા
ડેડીયા પાડા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી જીત્યા

    follow whatsapp

    ADVERTISEMENT