AAPને મત આપી લોકરક્ષક જવાનેે ફોટો કર્યો ટ્વિટ પછી થયું ન થવાનું…
સંજય સિંહ રાઠોડ, સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો ત્યારે ચૂંટણીની અસર હજુ સુધી શરૂ છે.…
ADVERTISEMENT
સંજય સિંહ રાઠોડ, સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો ત્યારે ચૂંટણીની અસર હજુ સુધી શરૂ છે. ચૂંટણીમાં મતદાનને લઈ અનેક લોકો વિવાદમાં ફસાયા છે. ત્યારે મતદાનને લઈ સુરતના ટ્રાફિક જવાન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બેલેટ પેપર પર આમ આદમી પાર્ટીના ચિન્હ પર ખરાની નિશાની કરી ટ્વીટર પર ટ્વિટ કરતાં સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો છે.
ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્ણ થઇ છે. ત્યારે સુરતમાં ટ્રાફિકશાખાના લોકરક્ષક હિરેન જેતાણી દ્વારા 25 નવેમ્બરના રોજ બેલેટ પર આપ પાર્ટીને આપેલા મતદાનનો ફોટો ટ્વીટર પર અપલોડ કર્યો હતો. બેલેટ પેપર પર આમ આદમી પાર્ટીના ચિન્હ પર ખરા ની નિશાની કરી ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે કેપ્શન લખ્યું હતું કે, એક મોકો કેજરીવાલને અને એક મોકો ઇસુદાનને એવું લખાણ લખી આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટેકો વધારવાનું કાર્ય કરી વ્યાજબી કારણ વિના પોતાની હોદાકીય ફરજનો ભંગ કર્યો હતો. અને આમ આદમી પાર્ટીને મત આપવાનું કહ્યું હતું.
ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
ટ્વિટર પર થયેલા ટ્વિટ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા તેમજ વિધાનસભા ચૂંટણી માટે બલ્ક એસએમએસ અને સોશીયલ મીડિયા દેખરેખ માટેના નોડલ ઓફિસર જી.એમ.હડીયાએ પોતાની હોદ્દાકીય ફરજનો ભંગ કરનાર લોકરક્ષક હિરેન જેતાણી વિરુદ્ધ લોક પ્રતિનિધિત્ત્વ અધિનિયમ 1951ની કલમ 129 (2) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
તપાસનો ધમધમાટ શરૂ
હિરેન જેતાણી પોલીસમાં ફરજ બજાવતો હોવા છતાં તેઓએ બેલેટ પર મતદાનનો ફોટો વાયરલ કરી અને આપ ની ચુંટણીમાં તકો વધારવાનું કામ કરતાં અને કારણ વગર પોતાની ફરજનું ભંગ કરતાં તેમના પર તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
ADVERTISEMENT