1 કરોડ ના ખર્ચે બનાવાયેલી સીમલેટી કેનાલનું અસ્તિત્વ જ ગાયબ થતાં ખેડૂતોમાં રોષ, ભ્રષ્ટાચારનો લાગ્યો ગંભીર આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા, અરવલ્લી: મેઘરજ તાલુકામાં વર્ષ 1992 માં વધુમાં વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે 265 એકર જમીન સંપાદિત કરી બાંધવામાં આવેલી સીમલેટી નાની સિંચાઈ યોજના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બનવાના બદલે અભિશાપ રૂપ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. 1 કરોડ ના ખર્ચે બનાવાયેલી કેનાલનું અસ્તિત્વ જ ગાયબ થઈ છે. કેનાલનું નામોનિશાન ન જોવા મળતા ખેડૂતો માં રોષ જોવા મળ્યો છે. આ મામલે સરકારમાં પણ તપાસ કરવા લેખિત રજુઆત કરવામાં આવી છે.

મેઘરજના ભેમાપુર,ધનિવાડા, અજુના હીરોલા ગામની 265 એકર જમીન સંપાદિત કરી સીમલેટી ગામના તળાવ પર નાની સિંચાઈ યોજના અંતર્ગત એક જળાશય બંધ વર્ષ 1992 માં 16 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ યોજના અમલમાં આવતા આસપાસના 15 થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઇની વ્યાપક પ્રમાણમાં સગવડ મળવાની આશા બંધાઈ હતી.પરંતુ સીમલેટી જળાશય અંતર્ગત રૂપિયા 1 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી કેનાલો માત્રને માત્ર કાગળ પરના વાઘ પુરવાર થઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ભ્રષ્ટાચારની કેનાલ બની
સ્થામિક ખેડૂતે આ ઘટના ને લઈ કહ્યું કે, સીમલેટી જળાશય યોજના અંતર્ગત બનાવવામાં આવેલી કેનાલ નો વ્યાપ વધારવાની વાત તો બાજુ પર રહી પણ ક્યારેય સમારકામ,જાળવણી કે યોગ્ય દરકાર રાખવામાં ન આવતા આ કેંનાલ ભ્રષ્ટાચાર ની કેનાલ બની રહી છે.સ્થાનિકો પણ આ જળાશય યોજના વહીવટી તંત્ર અને કેટલાક ચોક્કસ રાજકીય નેતાઓની મિલીભગતથી ખેડૂતો માટે અગવડરૂપ બની રહી છે.

ADVERTISEMENT

ઉચ્ચ કક્ષાએ રજૂઆત 
30 વર્ષ પહેલા બનેલી સીમલેટી જળાશય યોજના ની કેનાલોનું તાકીદે સમારકામ હાથ ધરી આ જળાશયનો વ્યાપ વધારવા વહીવટીતંત્ર તેમજ રાજ્ય સરકારના સિંચાઈ મંત્રીને પણ રજુઆત કરવામાં આવી છે. ત્યારે વર્તમાન સરકાર સીમલેટી જળાશય યોજના અંગે સંપૂર્ણ તપાસ કરાવી તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરે તે આસપાસના 15 થી વધુ ગામોના ખેડૂતો માટે લાભદાયક બની રહેશે.

આ મામલે સરપંચ ગુલાબ સિંહ એ કહ્યું હતું કે , સીમલેટી જળાશય યોજના ખેડૂતોના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા બનાવવામાં આવી હતી પરંતુ અધિકારીઓ અને કેટલાક તકવાદી સ્થાનિક રાજકીય નેતાઓની મિલીભગતથી આ યોજના ફક્તને ફક્ત ભ્રષ્ટાચાર નો અખાડો બની જતા ખેડૂતો આ યોજના ને પુનઃ જીવિત કરવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT