મોરબી દુર્ઘટના બાદ તંત્રની આંખો ખૂલી, લીલી પરિક્રમા અંગે લીધો આ નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: મોરબીની દુર્ઘટનાથી હવે તંત્ર પાણી પણ ફૂંકી ફૂંકીને પીવા લાગ્યું છે. ત્યારે જૂનાગઢ શહેરમાં યોજાનાર ગિરનાર પરિક્રમાના યાત્રીઓ માટે ખાસ ટ્રેન શરૂ કરાશે અને 14 જેટલી ટ્રેનોમાં કોચ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી દુર્ઘટના પછી તંત્ર એલર્ટ થયું છે.આટલા વર્ષોથી યાત્રીઓ મહિલાઓ અને બાળકો ના જીવ જોખમમાં નાખીને ટ્રેન પર બેસીને કે ટ્રેનમાં બારીઓ અને બારણાઓમાં લટકતા આવતા હતા. હવે ખાસ ટ્રેન શરૂ થતાં યાત્રીઓની સુવિધામાં વધારો થશે.

8 દિવસ ચાલશે સ્પેશિયલ ટ્રેન 
ભાવનગર ડિવિઝનના અધિકારી શંભુ સિંહે જણાવ્યું કે,જૂનાગઢમાં 4 નવેમ્બર, 2022 થી 8 નવેમ્બર, 2022 દરમિયાન યોજાનાર “પરિક્રમા મેળા”ને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે, જૂનાગઢ અને કાંસીયા નેશ સ્ટેશન વચ્ચે 1 નવેમ્બર, 2022 થી 8 નવેમ્બર, 2022 દરમિયાન “મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે. તેમજ 14 ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.

જાણો ક્યારે ઉપડ્શે મેળા સ્પેશિયલ ટ્રેન
મેલા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 11:10 કલાકે ઉપડશે અને 13:20 કલાકે કાંસીયા નેશ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતા, મેળા સ્પેશિયલ ટ્રેન કાંસીયા નેશ સ્ટેશનથી 13:40 કલાકે ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને 16:00 કલાકે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશન પર ઉભી રહેશે.

ADVERTISEMENT

આ ટ્રેનમાં લગાવવામાં આવશે વધારાના કોચ
બ્રોડગેજ લાઇન પર દોડતી ટ્રેન નંબર 22957 / 22958 / 19119 / 19120 વેરાવળ – અમદાવાદ – વેરાવળ, ટ્રેન નંબર 19207 / 19208 વેરાવળ – પોરબંદર – વેરાવળ, ટ્રેન નંબર 09514 / 09515 / 09522 / 09521 વેરાવલ- રાજકોટ – વેરાવલ અને મીટર ગેજ લાઇન પર દોડતી ટ્રેન નંબર 09539 / 09540 અમરેલી – જૂનાગઢ – અમરેલી અને ટ્રેન નંબર 09531 / 09532 જૂનાગઢ – દેલવાડા – જૂનાગઢ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT