આદિવાસી બાળકો માટે ભાજપના ધારાસભ્યએ કર્યા ધરણાં , હવે તંત્ર થયું દોડતું

ADVERTISEMENT

gujarattak
social share
google news
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગોજારીયા ખાતે આવેલી આદિજાતિ વિભાગની અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયમાં આદિવાસી વિદ્યાર્થીનીઓને ભોજનમાં કાચી રોટલી, પાણીવાળું દૂધ તેમજ ભોજન હલકી કક્ષાનું તેમજ શાળાના કેમ્પસમાં ગંદકીને લઈને પાવી જેતપુરના ધારાસભ્ય શાળાની વિઝીટ કરતા વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરીને તેવોની સમસ્યા સાંભળી અને અધિકારીઓનો ઉઘડો લીધો હતો. ત્યારે આ મામલે ગાંધીનગરની ટીમે છોટાઉદેપુર જિલ્લામાં ધામા  નાખ્યા છે.
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીનીઓને રહેવા જમવાની સુવિધા વાળી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયો ચાલે છે. જેમાં કવાટ તાલુકાના ગોજારીયા ગામે આદિવાસી વિદ્યાર્થીનીઓને ભોજનમાં કાચી રોટલી બટાકાનું શાક રોજ આપવામાં આવે છે. જયારે શાળામાં પાણીની તંગી છે અને દસ વર્ષથી ટેન્કર દ્વારા વિદ્યાર્થીનીઓને પાણી પૂરું પાડવામાં આવે છે. જેની ફરિયાદો ધારાસભ્યને થતા તેઓ ગોજારીયા ખાતે આવેલી શાળાની મુલાકાતે ગયા હતા અને તે વખતે વિદ્યાર્થીનીઓએ ધારાસભ્યને જણાવ્યું હતું કે શાળાના કેમ્પસમાં ગંદકી છે તેમજ શાળામાં અન્ય સમસ્યાઓ છે જેને લઇને જાતે ધારાસભ્ય કિચનમાં વિઝીટ કરતા ત્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું.
જ્યારે કિચનની પાછળના ભાગમાં ધારાસભ્ય જાતે ચકાસણી કરવા પહોંચતા ભારે ગંદકી હતી અને ભારે દુર્ગંધ પણ હતી. જેના લીધે ધારાસભ્ય પણ ચોકી ગયા હતા અને મોઢા ઉપર રૂમાલ મૂકવાની ફરજ તેઓને પડી હતી. સાથે વિદ્યાર્થીનીઓ ભોજને લઈ રહી હતી ત્યાં ધારાસભ્ય પહોંચીને વિદ્યાર્થીનીઓ સાથે વાત ચીત કરતા ભોજન વિશે ચર્ચા કરી હતી.
ધારાસભ્ય કેમ્પસ પર બેઠા હતા ધારણા પર
વિધાર્થીઓએ ધારાસભ્યને જણાવ્યું કે,  ભોજનમાં કાચી રોટલી તેમજ બટાકાનું શાક દરરોજ હોય છે.  તેમ જ પાણીવાળું દૂધ આપવામાં આવે છે.  તેવી વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી હતી. જ્યારે ધારાસભ્ય વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળીને ભાવુક થઈ જતા કેમ્પસમાં જ ધરણા ઉપર બેસી ગયા હતા .
કડકડતી ઠંડીમાં ઠંડા પાણીએ નાહવા મજબૂર
શાળાઓમાં 2300 જેટલી વિદ્યાર્થીનીઓ આ શાળામાં રહીને અભ્યાસ કરે છે.  તેઓને નાહવાનું પાણી તેમજ પીવાનું પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવે છે.  જેનાથી વિદ્યાર્થીઓને ડોલ ભરીને પાણી 3 માળ સુધી નાહવા માટે પાણી લઈ જવું પડે છે. જ્યારે વિદ્યાર્થીનો આક્ષેપ છે કે શિયાળાની ઋતુમાં આજ દિન સુધી ગરમ પાણી નાહવા માટે અમને મળ્યું નથી. કડકડતી ઠંડીમાં ઠંડા પાણીએ નાહવા મજબૂર બન્યા હતા.
ગાંધીનગરની ટીમ પહોંચી તપાસમાં 
સરકાર આદિવાસી વિસ્તારના બાળકો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે.  પરંતુ શાળાના આચાર્ય અને કોન્ટ્રાકટર ભેગા મળી ખર્ચના મોટા બીલો બનાવે છે તેઓ આક્ષેપ સાથે  ધારાસભ્યને ફરિયાદ કરી હતી.   ત્યારે સમગ્ર વિવાદ થતા ગાંધીનગર થી ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટીની ટીમે મુલાકાત લઈ વિદ્યાર્થીઓ,આચાર્ય તેમજ રસોડા સંચાલકો ના જવાબો લીધા હતા.
 બાળકોને મળતી સુવિધાઓ તેમજ અન્ય જવાબદારી સ્થાનિક તંત્ર અને આચાર્યોને સિરે છે. ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ માટે મોડેલ સ્કૂલોમાં સરકાર રહેવા જવાની સગવડો આપવા લાખો કરોડો ખર્ચાઓ કરે છે. ત્યારે જેના શિરે જવાબદારી મોડલ સ્કુલના આચાર્યો છે .ત્યારે જોવાનું રહેશે. ત્યારે ગાંધીનગર ટિમ લિપાપોથી કરશે કે કોઈ પગલાં ભરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT