2017ની ચૂંટણી બાદ ગુજરાતમાં સતત આવ્યા રાજકીય પરિવર્તનો, જાણો શું છે હાલની સ્થિતિ

ADVERTISEMENT

gujarat vidhansabha
gujarat vidhansabha
social share
google news

નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં આજે ચૂંટણી જાહેર થવાની સંભાવના છે ત્યારે 2017થી લઈ 2022 સુધીમાં અનેક રાજકીય પરિવર્તનો આવ્યા છે. 2017માં જે નેતાઓએ ભાજપને 99 સીટ પર રોકી રાખી હતી તે જ નેતાઓ 2022માં ભાજપના સાથીદાર બની અને મેદાને ઉતર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કાર્યકારી અધ્યક્ષ અનેક નેતાઓ કોંગ્રેસથી નારાજ થયા અને કોંગ્રેસનો સાથ છોડી દીધો. ત્યારે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને પૂરતી લડત આપી હતી અને પાટીદાર આંદોલન સહિત અનેક આંદોલને કારણે ભાજપને 100નો આંક પર કરવામાં સફળ ન થવા દીધા જ્યારે કોંગ્રેસે 77 બેઠક મેળવી હતી. 2022ની ચૂંટણી માટે એક આશાનું કિરણ બાંધ્યું હતું પરંતુ વર્ષ 2022 આવતા આવતા કોંગ્રેસના 77 માંથી 62 જ ધારાસભ્ય રહ્યા. છેલ્લા 5 વર્ષ દરમિયાન દરવર્ષે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી અને ભાજપનો સાથ આપવા લાગ્યા ભાજપ 99 બેઠક માંથી 111 બેઠક સુધી પહોંચી ગયું. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવતાની સાથે ભાજપ અને કોંગ્રેસ બંનેને ફટકો પડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસની સમસ્યા સતત વધી રહી છે. આ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસના ધારાસભ્ય સતત પક્ષ પલટો કરી અને કોંગ્રેસને ઝટકા આપતા આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકની વાત કરવામાં આવે તો 2017માં ભાજપ પાસે ફક્ત 99 બેઠક હતી જ્યારે હવે 111 બેઠક થઈ ચૂકી છે. જ્યારે કોંગ્રેસ 77 પરથી 62 સુધી આવી ચૂકી છે.

2017ની વિધાનસભાનું પરિણામ

ADVERTISEMENT

  • ભાજપ – 99
  • કોંગ્રેસ- 77
  • અપક્ષ-3
  • બિટીપી-02
  • એનસીપી – 01

2022ની હાલની સ્થિતિ 

  • ભાજપ- 111
  • કોંગ્રેસ 62 (જિગ્નેશ મેવાણીને બાદ કરતાં)
  • અપક્ષ- 1 (જિગ્નેશ મેવાણી )
  • બિટીપી- 02
  • એનસીપી- 01
  • મૃત્યુ પામનાર- 02 ( આશાબેન પટેલ, અનિલભાઈ જોશિયારા)
  • ખાલી 03 (પબુભા માણેક,અશ્વિન કોટવાલ અને હર્ષદ રિબડીયા)

વર્ષ 2017 થી 2022 આવતા આવતા કોંગ્રેસે 17 ધારાસભ્ય ગુમાવ્યા છે. કોંગ્રેસના આંતરિક વિખવાદ અને નબળી નીતિનું કારણ ધરી અને ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસની સ્થિતિ કથળતી રહી અને ભાજપ મજબૂત બનતું રહ્યું.

ADVERTISEMENT

કોંગ્રેસના આટલા ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

ADVERTISEMENT

  • કુંવરજી બાવળિયા- જસદણ વિધાનસભા બેઠક
  • જે.વી કાકડિયા- ધારી વિધાનસભા બેઠક
  • અલ્પેશ ઠાકોર- રાધનપુર વિધાનસભા બેઠક
  • પ્રવિણ મારુ- ગઢડા વિધાનસભા બેઠક
  • બ્રિજેશ મેરજા- મોરબી વિધાનસભા બેઠક
  • સોમાભાઈ પટેલ- લીંબડી વિધાનસભા બેઠક
  • આશાબેન પટેલ- ઊંઝા વિધાનસભા બેઠક
  • જવાહર ચાવડા- માણાવદર વિધાનસભા બેઠક
  • મંગળ ગાવિત- ડાંગ વિધાનસભા બેઠક
  • જીતુ ચૌધરી- કપરડા વિધાનસભા બેઠક
  • પરસોત્તમ સાબરિયા- ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક
  • પદ્યુમનસિંહ જાડેજા- અબડાસા વિધાનસભા બેઠક
  • અક્ષય પટેલ- કરજણ વિધાનસભા બેઠક
  • અશ્વિન કોટવાલ- ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક
  • ધવલસિંહ ઝાલા- બાયડ વિધાનસભા બેઠક
  • વલ્લભ ધારવિયા – જામનગર વિધાનસભા બેઠક
  • હર્ષદ રીબડિયા- વિસાવદર વિધાનસભા બેઠક

    follow whatsapp

    ADVERTISEMENT