મધુ શ્રીવાસ્તવ બાદ બાવળીયા ભાજપના બીજા સ્વઘોષિત ઉમેદવાર બન્યા, પ્રચાર શરૂ કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

 અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવામાં ભાજપ દ્વારા ગમે ત્યારે ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે તે બધા વચ્ચે જ રાજકોટ જિલ્લાની જસદણ વિંછીયા વિધાનસભા બેઠક માટે પૂર્વ કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ તો ઉમેદવારની યાદીમાં પોતાનું જાહેર થાય તે પૂર્વે જ ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરી દીધો છે.

ખુદને જ ઉમેદવાર કર્યા જાહેર?
રાજકોટ જિલ્લાની જસદણ વિંછીયા વિધાનસભા બેઠક પર 1995 થી સતત જીતી આવતા પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જાણે કે પોતાની ટિકિટ કન્ફર્મ હોય તેવી જ રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ અને વિંછીયા વિસ્તારના અલગ અલગ આગેવાનો સાથે ઓટલા બેઠક શરૂ કરી દીધી છે. જેમાં તેઓ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને જીત માટેના સમીકરણોની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે.

આ જોતા જસદણ વિંછીયા બેઠક પરથી ભાજપ કુંવરજીભાઇ બાવળીયાને આ બેઠક પરથી રિપીટ કરી ફરી ચૂંટણી લડાવશે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કુંવરજીભાઇ બાવળીયા પાછલી 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષ પલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. જો કે આ વખતે ત્રી-પાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતા આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT