પતિની હત્યા કરી આખી રાત મૃતદેહની સાથે જ પત્નીએ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : યુપીના ઝાંસી જિલ્લાથી હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી દીધી અને આખીરાત તેમની લાશની સાથે સુઇ રહી હતી. સવારે જ્યારે લોકોને ખબર પડી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જો કે મહિલાનું કહેવું છે કે, તેનો પતિ પોતાની પુત્રી સાથે રેપ કરવા માંગતો હતો. વિરોધ કર્યો તો તેણે મારપીટ શરૂ કરી હતી. આ દરમિયાન બચાવમાં તેણે પણ હુમલો કર્યો અને તેમાં તેનું મોત થયું.

પત્નીએ આક્ષેપ કર્યો કે, પુત્રી પર જ નજર બગાડી હતી
ઘટના મઉરાનીપુર વિસ્તારના એક ગામની છે. અહીં રહેતો મનોહર મજુરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. તેની પત્નીનું કહેવું છે કે, દારૂ પીવાની આદત હતી. નશામાં ઘણીવાર તે તેના તથા તેના બાળકો સાથે મારપીટ કરતો હતો. જેના કારણે તમામ લોકો પરેશાન રહેતા હતા.

દારૂના નશામાં માર મારવા લાગ્યો અને ત્યાર બાદ નજર બગાડી
મહિલાનો આક્ષેપ છે કે, ગત્ત રાતે દારૂના નશામાં ઘરે આવ્યો અને અપશબ્દો કરવા લાગ્યો હતો. એટલું જ નહી પુત્રીના કપડા ફાડવા લાગ્યો હતો. વિરોધ કર્યો તો તેણે પુત્રી અને તેની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. બચાવમાં તેણે લાકડી છિનવી લીધી હતી અને તેના પર હુમલો કરી દીધો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું. ત્યાર બાદ મહિલા લાશની સાથે જ સુતી રહી. સવારે લોકોને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસને જાણ કરી હતી. હાલ તો પોલીસે સમગ્ર મામલે પુત્રી તથા માતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT