કેજરીવાલ બાદ સરકારે પણ પકડી રિક્ષા, લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર ધડાધડ નિર્ણય લઈ રહી છે ત્યારે. આજે રીક્ષા ચાલકો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી ગુજરાતમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા ગમે ત્યાં હરીફરી શકશે. કારણ કે અત્યાર સુધી રાજ્યમાં જે-તે જિલ્લા પૂરતી જ પરમીટ અપાતી હતી. જે પરમીટની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર ચૂંટણીલક્ષી નિર્ણયો લઈ રહી છે. ત્યારે રિક્ષા ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગુજરાતમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા ગમે ત્યાં હરીફરી શકશે. કારણ કે અત્યાર સુધી રાજ્યમાં જે-તે જિલ્લા પૂરતી જ પરમીટ અપાતી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષાને એક્સપ્રેસ વે સિવાઈ તમામ જગ્યા પર લઈ જઈ શકાશે.રાજ્યમાં પહેલા  જે-તે જિલ્લા પૂરતી જ પરમીટ  આપવામાં આવતી હતી.

ડીઝલ રિક્ષા પર અહી પ્રતિબંધ 
સરકારે રિક્ષા ચાલકો માટે કરેલ પરમીટના ફેરફારમાં CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષાને એક્સપ્રેસ વે પર લઈ જઈ શકાશે નહીં. પરંટી આ સિવાય રાજયમાં કોઈ પણ જગ્યાએ ફેરવી શકાશે. અત્યાર સુધી રાજ્યમાં જે તે જિલ્લા પૂરતી જ અપાતી હતી પરમીટ અમદાવાદ, સુરત સહિતના શહેરી વિસ્તારો ઉપરાંત એક્સપ્રેસ-વે પર ડીઝલ રિક્ષાને મંજૂરી નહીં. આ અંગેનો નિર્ણય તાજેતરમાં જ યોજાયેલી વાહન વ્યવહારની બેઠકમાં લેવાયો છે.

ADVERTISEMENT

પરમીટની શરતો
થ્રી વ્હીલર ઓટોરીક્ષાએ ટ્રાન્સપોર્ટ કેટેગરીનું પબ્લિક સર્વિસ વાહન છે. આ વાહનનો વપરાશ કરવા મોટર વ્હીકલ્સ એક્ટ, 1988ની કલમ-39 મુજબ નોંધણી કરવાની જરૂર રહે છે. તેમજ કલમ 66 મુજબ પરમીટ મેળવવાની જરૂર રહે છે. ઓટોરીક્ષાને પરમીટની શરતો અનુસાર જ વાપરવાની હોય છે. જોકે આ પરમીટની શરતો ચાર પ્રકારની હોય છે. જેમાં એક શરતની અંદર ઓટોરીક્ષાની પરમીટમાં વિસ્તાર તરીકે માર્ગ જે-તે જિલ્લો અથવા તો શહેર દર્શાવવામાં આવેલ છે.

    follow whatsapp

    ADVERTISEMENT