ભાજપમાં જોડાયા બાદ કાંતિ સોઢાના બદલ્યા સુર કહ્યું, દિલ્હી કોંગ્રેસને ગુજરાતના કામમાં કોઇ રસ નથી
ગાંધીનગર: વિધાનસભની ચૂંટણી બાદ પણ કોંગ્રેસને ફટકા લગવાનું યથાવત રહ્યું છે. નવા વર્ષે કોંગ્રેસને પ્રતહં ફટકો લાગ્યો છે. આણંદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમારએ…
ADVERTISEMENT
ગાંધીનગર: વિધાનસભની ચૂંટણી બાદ પણ કોંગ્રેસને ફટકા લગવાનું યથાવત રહ્યું છે. નવા વર્ષે કોંગ્રેસને પ્રતહં ફટકો લાગ્યો છે. આણંદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમારએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. આ સાથે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ત્યારે ભાજપમાં જોડાય બાદ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, દિલ્હી કોંગ્રેસને ગુજરાતના કામમાં કોઇ રસ નથી. દિલ્હી કોંગ્રેસના કોઇ નેતા ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની મદદ માટે આવ્યા નથી.
કાંતિભાઇ સોઢાએ ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ કહ્યું કે, કોંગ્રેસ પક્ષમાં વર્ષો સુધી કામ કર્યા બાદ આજે પ્રાથમિક પદેથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષના વરદ હસ્તે ખેસ પહેરી જોડાયો છું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિચારધારા અને રાષ્ટ્રભાવના તેમજ વિકાસની નીતીથી પ્રેરાઇ આજે કોઇ પણ અપેક્ષા રાખ્યા વગર ભાજપમાં જોડાયો છું.
પક્ષ સોંપે તે જવાબદારી નિભાવશે
આંણદ જિલ્લા અને મધ્ય ગુજરાતના લોકો માટે ભાજપમાં જોડાઇ વધુ કામ થાય તેવા પ્રયત્ન કરીશુ અને રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભ છેવાડાના માનવીને મળે તે માટે પ્રયાસ કરીશું. ભાજપમાં આજે જોડાયા પછી પક્ષ જે પણ જવાબદારી આપશે તેને નિષ્ઠા પુર્વક પુર્ણ કરવાનો પ્રયાસ કરીશું.
ADVERTISEMENT
આ પણ વાંચો: પેપર લીક મામલે રાજ્યમાં વિરોધ પ્રદર્શન વચ્ચે હાર્દિક પટેલે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કાંતી સોઢાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે, દિલ્હી કોંગ્રેસને ગુજરાતના કામમાં કોઇ રસ નથી. દિલ્હી કોંગ્રેસના કોઇ નેતા ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની મદદ માટે આવ્યા નથી. કોંગ્રેસ તેમના કાર્યકરોને સાચવતી નથી જયારે ભાજપ તેમના કાર્યકરોને સર્વો પ્રથમ રાખે છે. કોંગ્રેસમાં હવે કોઇ નેતા રહ્યા નથી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT