મેન્ડેટ મળ્યા બાદ ઉમેદવારે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર, કોંગ્રેસે છેલ્લી ઘડીએ બદલ્યા ઉમેદવાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધનસભાની ચૂંટણીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. છેલ્લી ઘડી સુધી નવા નવા સમીકરણો રચાઇ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રસે હાલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે અંતિમ ઘડીએ મેન્ડેટ બદલ્યું છે. અગાઉ ગોધરાના પૂર્વ MLA રાજેન્દ્રસિંહને મેન્ડેટ આપવામાં આવ્યું હતું જે હવે અનિષ બારૈયાને આપવામાં આવ્યું છે.

વિધનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ સતત આરામ છે. દરરોજ નવા નવા દાવપેચ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી પહેલા રાજેન્દ્રસિંહ પરમારે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી, કોંગ્રસે તેમણે હાલોલ બેઠક પરથી ચૂંટણી લડવા માટે મેદાને ઉતાર્યા હતા. જોકે હાલોલ બેઠક પરથી રાજેન્દ્રસિંહ પરમારે હાલોલથી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. જેને લઈ કોંગ્રેસે પોતાના ઉમેદવાર બદલવાની ફરજ પડી છે.

અનિશ બારિયાને આપી ટિકિટ
આજે બીજા તબક્કાનું ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રસે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાની ફરજ પડી છે. રાજેન્દ્રસિંહ પરમારે હાલોલ ચૂંટણી લડવા ના કહેતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. આ સાથે જ કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગોધરા બેઠક પરથી રાજેન્દ્રસિંહ પરમારને ટિકિટ ન ફાળવતા નારાજગી સામે આવી છે.

ADVERTISEMENT

12 કલાકમાં બદલાયા ઉમેદવાર 
આ ઉપરાંત હાલોલ વિધાનસભા બેઠક પર 12 કલાકની અંદર ઉમેદવાર બદલી નાખવામાં આવ્યા છે. અગાઉ ગોધરાના પૂર્વ MLA રાજેન્દ્રસિંહને મેન્ડેટ અપાયુ હતુ. જેથી હવે અંતિમ ઘડીએ અનિશ બારૈયાને ટિકિટ આપવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT