અનંત પટેલ પર હુમલા બાદ ખેરગામમાં કલમ 144 લાગુ, 9 દિવસ રેલી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ
નવસારી: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ (MLA Anant Patel) પર શનિવારે રાત્રે નવસારીના ખેરગામમાં હુમલો કરાયો હતો. ધારાસભ્ય અનંત પટેલને ગાડીમાંથી નીચે ઉતારી માર મારવામાં…
ADVERTISEMENT
નવસારી: વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ (MLA Anant Patel) પર શનિવારે રાત્રે નવસારીના ખેરગામમાં હુમલો કરાયો હતો. ધારાસભ્ય અનંત પટેલને ગાડીમાંથી નીચે ઉતારી માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. હુમલામાં અનંત પટેલના માથામાં ઈજા પહોંચતા લોહી નીકળ્યું હતું. આ મામલે અનંત પટેલ દ્વારા કહેવાયું છે કે, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર અને તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર કોંગ્રેસ (Congress) દ્વારા આ મામલે હવે ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ખેરગામમાં શાંતિ અને સલામતી માટે અધિક કલેક્ટરે કલમ 144 લાગુ કરી છે.
ખેરગામમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ
રવિવારના રોજ નવસારી જિલ્લા ખેરગામ ખાતે અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં ધરણાં પર બેસેલા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામ સરપંચ ઝરણાં પટેલ સહિત 20 જેટલા કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જે બાદ ખેરગામમાં વાતાવરણ ગરમાયું હતું. એવામાં શાંતિ અને સલામતી માટે ખેરગામ પોલીસ સ્ટેશન હદમાં અધિક કલેક્ટરે કલમ 144 લાગુ કરી દીધી છે. આગામી 9 દિવસ સુધી ચાર દિવસ સુધી ખેરગામમાં લોકોને ભેગા થવા, રેલી કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ કહ્યું- આ ભાજપ સરકારની ગભરાટ છે
આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, ગુજરાતમાં ‘પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ’ના વિરુદ્ધ આદિવાસી સમાજની લડાઈ લડનારા અમારા MLA અનંત પટેલ પર ભાજપ દ્વારા કાયરતાભર્યો હુમલો નિંદનીય છે. આ ભાજપ સરકારની ગભરાટ છે. કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આદિવાસીઓના હકની લડાઈ માટે અંતિમ શ્વાસ સુધી લડશે.
રઘુ શર્માએ આ ઘટનાને આદિવાસી સમાજ પર હુમલો બતાવ્યો
બીજી તરફ પોતાના પર હુમલા બાદ અનંત પટેલે પણ એક ટ્વિટ કર્યું હતું અને તેમાં કહ્યું હતું, બધા ખેરગામ પહોંચો. જ્યારે રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય તથા આદિવાસી સમાજના નેતા અનંત પટેલ પર થયેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરું છું. આ હુમલો આદિવાસી સમાજ પર છે, આ હુમલાનો સણસણતો જવાબ ગુજરાતનો આદિવાસી સમાજ આપશે.
ADVERTISEMENT
ખેરગામના સરપંચને મળવા જતા થયો હુમલો
MLA અનંત પટેલ ખેરગામમાં સરપંચને મળવા ગયા હતા, આ દરમિયાન તેમના પર જિલ્લા પંચાયતના સભ્ય અને તેમના સમર્થકો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં તેમના માથામાં ઈજા પહોંચતા લોહી નીકળ્યું હતું. લોહીલુહાણ હાલતમાં જ રસ્તા પર બેસી ગયા હતા. આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું રોડ પર એકઠું થઈ ગયું હતું.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: રોનક જાની)
ADVERTISEMENT