AAP કે પોલીસ બંનેમાંથી કોણ સાચું? અમદાવાદ પોલીસનો રેડ ન કર્યાનો દાવો, ઈટાલિયાએ કહ્યું- રેડ પડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે રાત્રે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદ પોલીસ દ્વારા તેમના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા છે. જે બાદ આજે સવારે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને આ વાતને નકારી હતી. ત્યારે હવે ગોપાલ ઈટાલિયાએ વધુ એક ટ્વીટ કરીને દરોડા પડ્યા હોવાની વાત સાચી હોવાનું જણાવ્યું છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે શું ખરેખર AAPની ઓફિસ પર દરોડા પડ્યા હતા કે કેમ? પોલીસ અને AAP બંનેમાંથી કોણ સાચું?

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને લખ્યું, ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.

ADVERTISEMENT

આ પહેલા આજે સવારે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.

ADVERTISEMENT

નોંધનીય છે કે, અરવિંદ કેજરીવાલ અમદાવાદ કાર્યાલય ખાતે પહોંચે તે પહેલા જ સ્થાનિક ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દરોડા પાડ્યાનો દાવો કરાયો હતો. આ અંગે કેજરીવાલ અને ઇસુદાન ગઢવી દ્વારા ટ્વીટ કરીને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું કે, ભાજપમાં AAPના વધી રહેલા દબદબાથી ભાજપ ખુબ જ ગભરાઇ ગયું છે. તેના કારણે હવે આપના લોકો અને તેમના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT