12 વર્ષ બાદ જયદેવ ઉનડકટને ટીમ ઈન્ડિયામાં મળ્યું સ્થાન, બાંગ્લાદેશ સામેની સિરીઝમાં મચાવશે ધૂમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સૌરાષ્ટ્રના દિગ્ગજ ખેલાડી નું બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે પસંદગી થઈ છે. સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટની ટીમ ઈન્ડિયામાં  સમાવેશ કરવામાં આવ્યો છે. તેને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને 12 વર્ષ પછી ઇન્ડિયન ટેસ્ટ ટીમમાં રમવાની તક મળી છે. અગાઉ તેણે 2010માં ટેસ્ટ ડેબ્યુ કર્યું પણ તે સમયે એક જ મેચ બાદ જયદેવ ઉનદકટને કોઈ તક મળી ન હતી.

જયદેવ ઉનડકટને ભારતની ટીમ માં સ્થાન આપતા  BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું કે, સતત સારા દેખાવ અને રમત પ્રત્યે તેનું સમપર્ણ તેના માટે આ સફળતા લાવી છે. ડોમેસ્ટિકમાં તેની રમત અને કપ્તાની શ્રેષ્ઠ રહી છે અને તે ઇન્ડિયન કોલ ડિઝર્વ કરતો હતો. જયદેવ ઉનડકટે 2010માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. સાઉથ આફ્રિકા સામે કરિયરની એકમાત્ર ટેસ્ટમાં તે સેન્ચુરીયન ખાતે રમ્યો હતો. તે બાદ તેને રેડ બોલ ફોર્મેટમાં તક મળી નહોતી. રણજી ટ્રોફીમાં સતત સારો દેખાવ કર્યા બાદ તેને ફરીથી ઇન્ડિયન ટીમમાં રમવાની તક મળી છે.

આ કારણે મળ્યું સ્થાન
ટીમ ઈન્ડિયાના સીનિયર ઝડપી બોલર મોહમ્મદ શમી ખભામાં ઈજાના કારણે વનડે સિરીઝ બાદ હવે ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર થઈ ગયા છે. ટેસ્ટ ટીમમાં તેમના બદલે 31 વર્ષીય ઝડપી બોલર જયદેવ ઉનડકટને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2010માં રમી હતી.

ADVERTISEMENT

સૌરાષ્ટ્રને પડશે ફટકો
સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટની ટીમ ઈન્ડિયામાં પસંદગી થતાં ક્રિકેટ રસિકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર ટીમને તેમની મોટી ખોટ પણ વર્તાશે. 13 ડિસેમ્બરથી સૌરાષ્ટ્રની ટીમનો મુકાબલો આસામ સામે ગૌહાટીમાં થશે. આ પછી 20મીએ મહારાષ્ટ્ર સામે અને 27મીએ મુંબઈ સામે સૌરાષ્ટ્રની મેચ રમાશે. સંભવત: આ ત્રણેય મેચમાં જયદેવ ઉનડકટ સામેલ નહીં હોવાથી ટીમની કમાન કોને સોંપાય છે તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT