અદાણીના શેર ડાઉ જોન્સમાંથી થશે બહાર, હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણીની હાલત ખરાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: અદાણી ગ્રૂપના ત્રણ શેરો અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને અંબુજા સિમેન્ટને ASM (એડીશનલ મોનિટરિંગ મેઝર્સ)ની યાદીમાં સામેલ કરાયા બાદ ગ્રૂપને યુએસ માર્કેટમાંથી પણ મોટો ઝટકો લાગ્યો છે. હવે ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સે તેના  સૂચકાંકમાંથી શેરોને દૂર કરવાનો નિર્ણય લીધો છે. યુએસ માર્કેટની ઇન્ડેક્સની જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું છે કે, 7 ફેબ્રુઆરી, 2023થી કંપનીના શેર ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે.

7 ફેબ્રુઆરીએ કરાશે દૂર 
ઈન્ડેક્સ વતી જાહેરાત કરતા કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રૂપના શેરોમાં ગડબડના સમાચાર આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીના શેરને 7 ફેબ્રુઆરી 2023 એટલે કે આવતા મંગળવારથી ઇન્ડેક્સમાંથી બાકાત રાખવામાં આવશે.

શેરમાં થયો 55 ટકા ઘટાડો
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડા બાદ ડાઉ જોન્સ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન અદાણી ગ્રૂપે તેનો FPO પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. આ  કારણે અદાણી એન્ટરપ્રાઈઝના શેર જે રૂ.3442 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થતા હતા તે ઘટીને રૂ.1565 પ્રતિ શેર પર આવી ગયા છે. કંપનીના શેરમાં 55 ટકા સુધીનો ઘટાડો થયો છે.

ADVERTISEMENT

બાંગલાદેશ-અદાણીના આ વિવાદ પર ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ અને કહ્યું…

RBI એ મંગાવી માહિતી
ભારતીય રિઝર્વ બેંકે તમામ જાહેર ક્ષેત્રની બેંકોને કહ્યું છે કે તેઓએ અદાણી ગ્રુપની કંપનીઓને કેટલી લોન આપી છે. આ માહિતી RBIને આપો.  રોઇટર્સના અહેવાલ મુજબ, આરબીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં અદાણી ગ્રુપની મિલકતોની સૂચિનો સમાવેશ થાય છે. જેને લોન માટે કોલેટરલ તરીકે ગણવામાં આવે છે. આ સિવાય અદાણી ગ્રૂપની બેંકોના પરોક્ષ જોખમોની યાદી પણ માંગવામાં આવી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT