Adani Group Stocks: અદાણી ગ્રુપના 5 શેરોમાં માર્કેટ ખુલતા જ લોઅર સર્કિટ વાગી, હવે શું થશે?
મુંબઈ: બેજટના દિવસે 1લી ફેબ્રુઆરીએ શેર માર્કેટમાં ભારે વધ-ઘટ જોવા મળી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જેવી જ ટેક્સમાં છૂટની જાહેરાત કરી તરત માર્કેટના બંને ઈન્ડેક્સ સેન્સેક્સ…
ADVERTISEMENT
મુંબઈ: બેજટના દિવસે 1લી ફેબ્રુઆરીએ શેર માર્કેટમાં ભારે વધ-ઘટ જોવા મળી. નાણામંત્રી નિર્મલા સીતારમણે જેવી જ ટેક્સમાં છૂટની જાહેરાત કરી તરત માર્કેટના બંને ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો. BSE સેન્સેન્સ તો 1200 અંક ઉછળ્યો, પરંતુ આ તેજી થોડો સમય માટે જ રહી અને કલાકમાં જ તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ગુરુવારે પણ માર્કેટ ભારે ઘટાડા સાથે ખુલ્યું અને સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર ખુલ્યા.
ગુરુવારે માર્કેટ ઘટાડા સાથે ખુલ્યુ
ગુરુવારે શેર માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઈ. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળો સેન્સેક્સ 249 પોઈન્ટના ઘટાડા સાથે 59.459 પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના Nifty 17,517ના સ્તર પર ખુલ્યો. જોકે દિવસમાં તેમાં સુધારો જોવા મળ્યો અને ઘટાડો ઓછો થયો. બજારમાં ઘટાડા વચ્ચે ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટોક્સમાં પણ આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: 20,000 કરોડનો FPO કેમ પાછો ખેંચ્યો? રોકાણકારનો સમજાવવા Gautam Adani પોતે સામે આવ્યા
ADVERTISEMENT
અદાણી ગ્રુપના 5 શેરોમાં લોઅર સર્કિટ
પાછલા એક અઠવાડિયાથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા અદાણી ગ્રુપની પાંચ કંપનીઓના સ્ટોકમાં ગુરુવારે માર્કેટ શરૂ થતા જ લોઅર સર્કિટ લાગી ગઈ. તેમાં Adani Power Ltd 4.97% તૂટીને 202.05 રૂપિયા પર, Adani Wilmar Ltd 5% ઘટીને 421 રૂપિયા, Adani Green Energy Ltdના સ્ટોક 10 ટકા ઘટીને 1039.85 રૂપિયા, Adani Total Gas Ltdના સ્ટોક 10 ટકા ઘટીને 1707.70 રૂપિયા અને Adani Transmission Ltdના સ્ટોક 10 ટકા ઘટીને 1551.15 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.
Adaniના બે શરોમાં તેજી
ગુરુવારે જે બીજા શેરોમાં ઘટાડો જોવા મળ્યો તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ અને ICICI બેંક સામેલ છે. આ ઉપરાંત ITC, HCL Tech, Infosys અને Tech Mahindraના શેરોમાં તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રુપના બે શેરોમાં ACC અને અંબુજા સિમેન્ટના શેરોમાં ઉછાળો જોવા મળ્યો. અંબુજા સિમેન્ટના શેરમાં 5.67 ટકાનો વધારો થયો અને ACC લિમિટેડના સ્ટોકમાં 0.76 ટકા ઉછળીને 1860.55 રૂપિયાના સ્તરે છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT