Adaniને આખરે થઈ ચાંદી-ચાંદી, 12 દિવસથી નુકસાનીમાં રહેલા આ શેરમાં અચાનક આવી તેજી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: અંતે 12 દિવસના ઘટાડા બાદ Adani Green સ્ટોકના શેર લીલા નિશાનમાં જોવા મળ્યા હતા. શુક્રવારે અદાણી ગ્રીનના શેરમાં 4 ટકાનો વધારો નોંધાયો હતો. અદાણી ગ્રીનના શેરમાં વધારો રોઇટર્સના અહેવાલો પછી જોવા મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રુપ કંપનીના રિફાઇનાન્સિંગ પ્લાન પર કામ કરી રહ્યું છે અને તેનો ખુલાસો ચાલુ નાણાકીય વર્ષના અંત પછી થશે. ગ્રૂપના એક એક્ઝિક્યુટિવે ગુરુવારે આ સંદર્ભે અદાણી ગ્રીનના બોન્ડધારકોને કોલ કરીને જાણ કરી હતી.

અદાણી ગ્રીન એનર્જીના શેર્સમાં ઉછાળો
આ સમાચાર પછી, BSE પર અદાણી ગ્રીન એનર્જીનો શેર 3.63 ટકા વધીને રૂ. 638.85 થયો હતો. 16 ફેબ્રુઆરીએ આ શેર રૂ. 591ની નીચી સપાટીએ આવી ગયો હતો. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ગ્રીન પણ તેમાંથી એક છે.

628થી શેરના ભાવ 639એ પહોંચ્યા
અદાણી ગ્રીનનો શેર આજે BSE પર રૂ.628 પર ખૂલ્યો હતો અને રૂ.639ની ઇન્ટ્રા-ડે હાઇ બનાવી હતી. અદાણી ગ્રીનનું આજનું લો લેવલ રૂ.620.00 રહ્યું છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રીનના શેરમાં તીવ્ર ઘટાડો થયો છે. આ કારણે અદાણી ગ્રીનની માર્કેટ મૂડીમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. 24 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં અદાણી ગ્રીનની માર્કેટ કેપમાં 68 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા એક મહિનામાં અદાણી ગ્રીનના શેર 70 ટકાથી વધુ તૂટ્યા છે. અદાણી ગ્રીનનો 52 સપ્તાહનો હાઈ રૂ. 3,050 રહ્યો છે.

ADVERTISEMENT

મૂડીઝે નેગેટિવ રેટિંગ્સ આપતા કંપનીએ બદલી હતી યોજના
અદાણી ગ્રુપના શેરમાં ઘટાડા બાદ મૂડીઝે નેગેટિવ રેટિંગ આપ્યું હતું, જેથી કંપનીએ રિફાઇનાન્સિંગની યોજના બનાવી છે. કંપનીએ બોન્ડ રોકાણકારો સાથે કૉલની વ્યવસ્થા કરવા માટે બેંકોને હાયર કરી છે. અદાણી ગ્રીન એનર્જી રિસ્ટ્રિક્ટેડ ગ્રૂપ (અદાણી ગ્રીન એનર્જી રિસ્ટ્રિક્ટેડ ગ્રૂપ) અને અદાણી ગ્રીન એનર્જી એ ચાર કંપનીઓમાં સામેલ છે જેના માટે મૂડીઝે ‘નેગેટિવ’ રેટિંગ આપ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT