અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ડ્રગ્સ વેચાતું હોવાનો આક્ષેપ, વિપક્ષ નેતા ડ્રગ્સ લેવાની પાઈપ લઈને સભામાં પહોંચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં AMCની સામાન્ય સભા ગઈકાલે મળી હતી. જેમાં શહેરમાં ડ્રગ્સ વેચાતું હોવાનો વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ ડ્રગ્સ લેવા વપરાતી પાઈપ લઈને સભામાં પહોંચ્યા હતા અને જે તેમણે બોર્ડની સભામાં બતાવ્યું હતું. જેથી ભાજપના કોર્પોરેટરોએ ડ્રગ્સ અથવા તેમાં વપરાતી વસ્તુઓ સદનમાં ન લાવી શકાય તેમ કહી તપાસ માટે તેને લેબોરેટરીમાં મોકલવા કહ્યું હતું.

રિવરફ્રન્ટ પર છોકરાઓનો ડ્રગ્સ લેતા જોયાનો આક્ષેપ
ભારે રકજક બાદ શહેજાદખાન પઠાણે ડે. મેયરના હાથમાં આ રેપર આપ્યું હતું. જોકે કોંગ્રેસના સભ્યોએ તેને પાછું ખેંચી લેતા જોરદાર હંગામો થયો હતો. પાઈપ લેવાના પ્રયાસમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે રીતસરની ઝપાઝપી થઈ હતી. બીજી તરફ વિપક્ષ નેતા દ્વારા રિવરફ્રન્ટ પર સિક્યોરિટીને લઈને સવાલો ઊભા કરવામાં આવ્યા હતા અને 370થી વધુ સિક્યોરિટી હોવા છતાં તેમણે 16-17 વર્ષના છોકરાઓને ડ્રગ્સ લેતા દેખાયાનું જણાવ્યું હતું.

ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોમાં ઝપાઝપી
કોંગ્રેસના સભ્યો દ્વારા ડ્રગ્સ વેચાતું હોવાના આક્ષેપ કરાતા ભાજપના કોર્પોરેટરો દ્વારા વિરોધ તે સમયે જ 100 નંબર પર ફોન કેમ ન કર્યો એમ કહીને આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. બાદમાં તેમણે કહ્યું કે, શહેજાદખાન પઠાણ ખુદ ડ્રગ્સ લઈને સભાગૃહમાં આવ્યા છે તેમની સામે જ ગુનો દાખલ કરવો જોઈએ. જે બાદ કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો સામ સામે આવી ગયા હતા અને રીતસરની ઝપાઝપી થઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT