લોકસભાની ચૂંટણી લડશે કંગના રનૌત? અભિનેત્રીના આ નિવેદનથી મળ્યો સંકેત

ADVERTISEMENT

gujarattak
social share
google news

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની ધાકડ પર્સનાલિટી માટે ફેમસ છે. રાજકીય હોય કે સામાજિક, તે દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. કંગના રનૌતને અવારનાવાર રાજકારણમાં એન્ટ્રી કરવાને લઈને સવાલો પૂછવામાં આવે છે. અત્યાર સુધી તે તેનો ઈનકાર જ કરતી આવી છે. પરંતુ આ વખતે તેણે પોઝિટિવ રિએક્શન આપ્યું છે.

શું કંગના લડશે લોકસભાની ચૂંટણી?

ફિલ્મ ‘તેજસ’ના રિલીઝ થયા બાદ અભિનેત્રી કંગના રનૌત ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિર ખાતે પહોંચી હતી.જ્યાં તેણે દ્વારકાના ચરણોમાં શીશ ઝૂંકાવીને આશીર્વાદ લીધા હતા. જે બાદ અભિનેત્રીએ નાગેશ્વર મહેદાવ મંદિરમાં ભોળાનાથના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ પછી અભિનેત્રી કંગના રનૌતે મીડિયા સાથેની વાતચીતમાં લોકસભાની ચૂંટણી લડવાનો સંકેત આપ્યો. તેણે કહ્યું કે, ‘જો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહી તો હું લોકસભાની ચૂંટણી લડીશ’

ભાજપની ટિકિટ પર લડી શકે છે ચૂંટણી!

એવું માનવામાં આવી રહ્યું છે કે કંગના રનૌત ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી શકે છે. તે ઉત્તર પ્રદેશ, હિમાચાલ પ્રદેશ અથવા મુંબઈની કોઈ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. ઉત્તરપ્રદેશ બ્રાન્ડ એમ્બેસેડર કંગના અનેકવાર પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરી ચૂકી છે. તે અનેકવાર મોદી સરકારના વિકાસના કાર્યોની પણ પ્રશંસા કરી ચૂકી છે.

ADVERTISEMENT

સપ્ટેમ્બરમાં પણ આપ્યો હતો સંકેત

આપને જણાવી દઈએ કે, કંગનાને તાજેતરમાં સપ્ટેમ્બરમાં એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે શું તેનો રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો છે? ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં કંગના રનૌતે કહ્યું હતું કે, ‘એક કલાકાર હોવાના કારણે મને રાજકારણમાં રસ છે, પરંતુ મારા માટે અત્યારે આ નક્કી કરવું ઘણું વહેલું હશે.’ આ દરમિયાન કંગનાએ મોદી સરકારના વખાણ પણ કર્યા હતા અને કહ્યું હતું કે તેમની સરકાર સાથે દેશમાં ઘણી વસ્તુઓ બદલાઈ છે.’

    follow whatsapp

    ADVERTISEMENT