અક્ષય કુમાર કેનેડાની નાગરિકતા છોડી દેશે, પાસપોર્ટ બદલવા અરજી કરી, કહ્યું- ‘મારા માટે ભારત જ બધું છે’

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: અક્ષય કુમારે પોતાનું વ્યક્તિત્વ એક્શન અને કોમેડી હીરો જેવું બનાવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેની ફેન ફોલોઈંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. માત્ર ભારતમાં જ નહીં, કેનેડા, અમેરિકા અને યુકેમાં પણ અક્ષયના ચાહકો છે. ચાહકો વિદેશમાં પણ અભિનેતાની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. આજકાલ અક્ષય કુમાર પોતાની ફિલ્મ ‘સેલ્ફી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે આખી ટીમ સાથે જોર-શોરથી તેનું પ્રમોશન કરતો જોવા મળે છે. દરમિયાન એક મીડિયા ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારે પોતાની કેનેડાની નાગરિકતા પર ખુલીને વાત કરી હતી.

‘જ્યારે લોકો મારી નાગરિકતા પર સવાલ ઉઠાવે છે ત્યારે મને ખરાબ લાગે છે’
એક્ટરે કહ્યું કે, ભારત તેના માટે સર્વસ્વ છે, તેથી તે તેની કેનેડિયન નાગરિકતા છોડી દેશે. જ્યારે લોકો તેને કેનેડાના નામ પર ટોણો મારતા હોય છે અને ખરું ખોટું સંભળાવે છે ત્યારે તેને ખૂબ જ ખરાબ લાગે છે. ‘સિધી બાત, આજતક સાથે’માં વાત કરતા અક્ષય કુમારે કહ્યું, “મારા માટે ભારત જ સર્વસ્વ છે. મેં જે કંઈ કમાવ્યું છે તે અહીં રહીને કમાવ્યું છે. અને હું મારી જાતને નસીબદાર માનું છું કે મને પાછું આપવાનો મોકો મળ્યો. જ્યારે લોકો મારી નાગરિકતા પર સવાલ ઉઠાવે છે ત્યારે મને ખરાબ લાગે છે. તેને કોઈપણ વિશે કંઈ જાણતા નથી. બસ વાતો કરતા રહે છે.”

1999-2000માં મેળવી હતી કેનેડાની નાગરિકતા
આ ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારે એ સમય વિશે પણ વાત કરી હતી જ્યારે તેણે 1990-2000ના દાયકામાં ઘણી ફિલ્મો કરી હતી, પરંતુ તે બધી ફ્લોપ ગઈ હતી. અક્ષય કુમારની 15 ફિલ્મો સતત ફ્લોપ રહી. બોક્સ ઓફિસના નબળા કલેક્શનને કારણે, અક્ષય કુમારે આ સમયગાળા દરમિયાન કેનેડિયન નાગરિકતા માટે અરજી કરી. તે સમયે તેને કેનેડાની નાગરિકતા મળી હતી. અક્ષય કુમારે કહ્યું, “મેં વિચાર્યું કે, મારી ફિલ્મો ચાલી રહી નથી અને મારે કામ કરવાનું ચાલુ રાખવું પડશે. હું કેનેડામાં કામ કરવા ગયો હતો. મારો એક મિત્ર કેનેડામાં હતો. તેણે મને અહીં આવવા કહ્યું અને આ દરમિયાન મેં કેનેડાની નાગરિકતા માટે અરજી કરી. મારી પાસે માત્ર બે જ ફિલ્મો હતી જે રિલીઝ થવાની બાકી હતી. અને એ મારું સદ્ભાગ્ય હતું કે બાકીની બંને ફિલ્મો સુપરહિટ બની.

ADVERTISEMENT

ટૂંક સમયમાં બદલાઈ જશે અક્ષય કુમારનો પાસપોર્ટ
મારા મિત્રે કહ્યું કે હવે તમે પાછા જાઓ. ફરી કામ શરૂ કરો. મને થોડી વધુ ફિલ્મો મળી અને ત્યારથી હું અટક્યો નથી. કામ ચાલુ રાખ્યું. હું ભૂલી ગયો કે મારી પાસે કેનેડિયન પાસપોર્ટ પણ છે. મેં ક્યારેય વિચાર્યું પણ નથી કે મારે આ પાસપોર્ટ બદલવો જોઈએ. પરંતુ હવે મેં અરજી કરી છે. મારો પાસપોર્ટ ટૂંક સમયમાં બદલાઈ જશે અને પરત કરવામાં આવશે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT