આકાશી આફતના એંધાણ, આગામી 3 કલાક દરમિયાન રાજ્યમાં આ જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: એક તરફ રાજ્યમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે ભર ઉનાળે હવામાન વિભાગ દ્વારા વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.  આમ તો, રાજ્યમાં ફેબ્રુઆરી માસથી જ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં પણ વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે

આગામી ત્રણ કલાકમાં આકાશી આફત
રાજ્યમાં ઉનાળાના વિવિધવત પ્રારંભ સાથે જ ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. કારણ કે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે આગામી ત્રણ કલાક દરમિયાન હળવા વરસાદ અને પવનની આગાહી કરી છે.

આ પણ વાંચો: રાજ્યમાં બ્રિજની સ્થિતિને લઈ સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો જવાબ, જાણો શું છે પરિસ્થિતિ

ADVERTISEMENT

40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન 
રાજ્યના બનાસકાંઠા, જામનગર, અમરેલી, જૂનાગઢ,રાજકોટ,  ગિરસોમનાથ,નવસારી, ડાંગ અને દાહોદમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આ તમામ જિલ્લામાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદથી ઘઉ, કેરી સહિતના પાકને નુકશાનની ભીતિ છે. ત્યારે બીજી તરફ માર્કેટિંગ યાદમાં ડુંગળી, બટેટા સહિતના પાકો છે. જેમને પણ નુકશાન થવાની સંભાવના છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT