પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ જતી બસનો અકસ્માત, ડ્રાઈવર નશામાં હોવાનો દર્શનાર્થીઓનો દાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાબરકાંઠાઃ હિંમતનગર-ઈડર વચ્ચે લક્ઝરી બસનો ગંભીર અકસ્માત થયો હતો. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પ્રમુખ સ્વામી શતાબ્ધી મહોત્સવ જતી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. એટલું જ નહીં મુસાફરોએ આક્ષેપ લગાવ્યો છે કે ડ્રાઈવર નશાની સ્થિતિમાં હતો. તેને ભાન નહોતું અને આ પ્રમાણે બસને ગંભીર અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. જોકે હજુ સુધી આ મુદ્દે તપાસ હાથ ધરાઈ શકે છે. ત્યારે બીજી બાજુ કોઈપણ જાનહાની નહીં થઈ હોવાનું સામે આવ્યું છે.

90થી વધુ મુસાફરો સવાર હતા…
હિંમતનગર-ઈડર વચ્ચે લક્ઝરી બસનો ગંભીર અકસ્માત થયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બસમાં 90 મુસાફરો સવાર હતા. ત્યારે આમાંથી 6 લોકોને ઈજા પહોંચી છે. આ તમામ દર્શનાર્થીઓ પ્રમુખ સ્વામી સુવર્ણ જયંતીમાં જતા હતા. પરંતુ માર્ગ વચ્ચે જ તેમને અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

ડ્રાઈવર નશાની સ્થિતિમાં હોવાનો દાવો…
નોંધનીય છે કે ડ્રાઈવર આ દરમિયાન નશાની હાલતમાં હોવાનું મુસાફરો દાવો કરી રહ્યા છે. આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ મુસાફરોએ આ પ્રમાણેના આક્ષેપો લગાવ્યા હતા.

With Input: હસમુખ પટેલ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT