નવસારીમાં ઈનોવા-ટ્રક વચ્ચે અકસ્માતમાં 4નાં મોત, ટક્કર એટલી જોરદાર હતી કે કાર પડીકું વળી ગઈ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/નવસારી: નવસારીમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ચીખલી નજીક આલીપોર બ્રિજ પર ઈનોવા કાર અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થઈ ગયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વડોદરામાં ઠંડીથી બચવા રૂમમાં તાપણું કરીને ઊંઘી જનારા દંપતીનું ગૂંગળામણથી મોત

ઈનોવા કારમાં સવાર 4 લોકોના મોત
વિગતો મુજબ, નવસારીના ચીખલીમાં ઈનોવા કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઈનાવો કાર પડીકું મળી ગઈ હતી. જેમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કમાકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે વધુ બે લોકોને સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા જ DYSP સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે. જાણકારી મુજબ, તમામ મૃતકો સુરતના રહેવાસી હતા. યુવકો બેંગકોક ગયા હતા અને મુંબઈ એરપોર્ટથી સુરત પરત આવી રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે 48 પર તેમને અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: ન્યૂઝિલેન્ડમાં દરિયામાં પડેલા અમદાવાદના બે યુવકોના ડૂબી જતા મોત, પત્નીની આંખ સામે જ પતિ તણાઈ ગયો

ADVERTISEMENT

મૃતકોના નામ

ADVERTISEMENT

  • અમિત દોલતરામ થડાની ઉ.વ ૪૧ રહે,સી-૧૦૬ વાસ્તગ્રામ એપાર્ટમેન્ટ વેસુ,હેપી રેસીડેન્સી પાછળ સુરત
  • ગૌરાંગ નંદલાલ અરોરા ઉ.વ.૪૦ રહે,૯૨,સુભાષનગર ઘોડધોળ રોડ,સુરત
  • રોહિત સુભકરણ માહુલ ઉ.વ.૪૦ રહે,પ્લોટ નં ૩ સાંઈ આશિષ સોસાયટી સુરત
  • મહમદ હમજા મહમદ હનીફ ઈબ્રાહીમ પટેલ ઉ.વ.૧૯ રહે,૧૧૫ – એ-૯ પોસાડ આવાસ ભરથાણા સુરત

ઈજાગ્રસ્તોના નામો

  • રીષી એન્જીનીયર
  • વિકાસ સરા

પોલીસે મૃતકોની ઓળખને લઈને તપાસ શરૂ કરી
હાલમાં ચીખલી પોલીસ દ્વારા અકસ્માતને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મૃતકો કોણ હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતને પગલે હાઈવો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે પોલીસે ત્યાં પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT