BREAKING: વડોદરા નેશનલ હાઈવે પર ઓવરટેક કરતા સમયે ટ્રેલરમાં ઘુસી ગઈ લક્ઝરી, 6નાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: વડોદરાના કપૂરાઈ બ્રિજ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદથી સુરત જતી લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થળ પર જ 4 યાત્રીઓના મોત નિપજ્યા હતા, અને 2 દર્દીઓના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા. આમ મૃત્યુઆંક વધીને 6 થયો છે. જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઓવરટેક કરવાની લ્હાયમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો
પ્રાથમિક વિગતો મુજબ, અમદાવાદથી વડોદરા જઈ રહેલી લક્ઝરી બસ નેશનલ હાઈવે પર ઓવરટેક કરતા સમયે ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. ટ્રેલરને ઓવરટેક કરતા સમયે જ લક્ઝરી બસ તેમાં ઘુસી ગઈ હતી. જેમાં લક્ઝરીના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

15થી વધુ લોકો ઈજાગ્રસ્ત
અકસ્માત બાદ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. 4 જેટલા લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થલે પહોંચી ગયો હતો.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT