Black Monday : અમરેલીમાં બાઈક-રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, 1ના મોત, 11 ઇજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Amreli News : આજે રાજ્ય માટે બ્લેક મંડે સાબિત થયો છે. સાવરે આણંદમાં ટ્રક-કાર વચ્ચે અક્સ્માતમાં 3 લોકોએ જોવા ગુમાવ્યો હતો ત્યાર બાદ વડોદરામાં ટ્રકે બાઈકને અડફેટે લેતા પતિ-પત્નીનું કરુણ મોત નોપજ્યું હતું.હવે અમરેલી જિલ્લાના ખાંભાના જામકા નજીક ગોઝારો અક્સ્માત સર્જાયો.

અમરેલીમાં ભયંકર અકસ્માત

રાજ્યમાં રોડ અકસ્માતના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હાલમાં અમરેલીના ખાંભાના જામકા ગામ નજીક બાઈક-રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને 11 લોકો ઘાયલ થયા હતા. બાઈક સવાર વિદ્યાર્થીનું રાજુલામાં હોસ્પિટલ પહોંચે પહેલા જ મોત થયું હતું અને એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે.ઈજાગ્રસ્ત લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.વિદ્યાર્થી શાળાથી ઘર તરફ અને છકડો રિક્ષા જામકા તરફ જતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. અમરેલી જિલ્લામાં 2023માં અકસ્માતની 135 ઘટના નોંધાઈ હતી અને આ અકસ્માતોનું મુખ્ય કારણ ઓવર સ્પીડિંગ, હેલમેટ ન પહેરવું વગેરે જેવા છે.

પતિ-પત્નીનું કરુણ મોત

વડોદરાના ડભોઈ તાલુકામાં બેફામ દોડતા ટ્રકે પરિવારનો માળો વિખેરી નાખ્યો. ડભોઈનો 24 વર્ષીય યુવક બે બાળકો અને પત્ની સાથે સાળીના ઘરેથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન પુરઝડપે આવી રહેલી ટ્રેક ટક્કર મારતા પરિવાર ફંગોળાયો હતો. જેના કારણે પતિ તથા પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલમાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

આણંદમાં ટ્રક-કાર વચ્ચે ભયાનક અકસ્માત

આજે આણંદ જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતના થયો હતો. જેમાં કારમાં સવાર 3 યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકને જેસીબી વડે ઊંચી ક રીને કારને બહાર કાઢવી પડી હતી. અકસ્માતને લઈને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી.

    follow whatsapp

    ADVERTISEMENT