આયુર્વેદ કોલેજોમાં 540 સીટોની માન્યતા સ્થગિત રખાતા ABVPનું વિરોધ પ્રદર્શન…

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા અત્યારે વિરોધનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. આની સાથે જ તેમણે વાઈસ ચાન્સેલરની ઓફિસનો પણ ઘેરાવો કરી લીધો હતો અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા ટકોર કરી હતી. તો ચલો ત્યારપછી ચાન્સેલરે શું કર્યું તથા વિરોધનું મુખ્ય કારણ શું સામે આવ્યું તેના પર નજર કરીએ…

વિદ્યાર્થીઓની માગ સંતોષવા ટકોર..
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે જામનગરમાં ABVP વિધાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યની આયુર્વેદ કોલેજોમાં 540 સીટોની માન્યતા સ્થગિત રખાતા તેમણે વિરોધ દર્શાવ્યો હતો. આની સાથે ABVP દ્વારા લેખિતમાં વાઈન્સ ચાન્સેલર બાંહેધરી આપે એવી માગ પણ કરી હતી.

વિધાર્થીઓના હિત માં નિર્ણય લેવાશે : VC
જોકે આ વિરોધ પ્રદર્શન દરમિયાન ABVP દ્વારા આયુર્વેદ યુનિવર્સીટીના વાઇસ ચાન્સલરની કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માગ કરાઈ હતી. એટલું જ નહીં વાઇસ ચાન્સલરે વિધાર્થીઓને લેખિતમાં બાહેંધરી પણ આપી હતી. અને ખાતરી આપતા કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે.

ADVERTISEMENT

With Input: દર્શન ઠક્કર

    follow whatsapp

    ADVERTISEMENT