નાગપુર ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો! કેપ્ટને અચાનક કરી સંન્યાસની જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝની 9મી ફેબ્રુઆરીથી નાગપુરના મેદાન પર શરૂઆત થશે. જોકે આ પહેલા જ કાંગારૂ ટીમના પૂર્વ કેપ્ટન એરોન ફિંચે આજે સવારે પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. નોંધનીય છે કે, ફિંચે વર્ષ 2022માં જ વન-ડે ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.

ફિંચ 2021ની ટી-20 વર્લ્ડકપ વિજેતા ટીમનો કેપ્ટન
એરોન ફીંચની કેપ્ટનશીપમાં જ ઓસ્ટ્રેલિયન ટીમે વર્ષ 2021માં ટી-20 વર્લ્ડકપ પહેલીવાર પોતાના નામે કર્યો હતો. જ્યારે વર્ષ 2015માં જ્યારે કાંગારૂ ટીમે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો ત્યારે પણ ફિંચ તે ટીમનો મહત્વપૂર્ણ ભાગ હતો. વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ફિંચે પોતાના 12 વર્ષના લાંબા કરિયરમાં માત્ર 5 ટેસ્ટ મેચો જ રમી છે.

કેમ અત્યારે કરી સંન્યાસની જાહેરાત?
ફિંચે પોતાના સંન્યાલને જઈને જારી કરેલા નિવેદનમાં કહ્યું, મને આ વાતનો અહેસાસ છે કે હું 2024માં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં નહીં રમી શકું. એવામાં હવે મારો સંન્યાસ લેવાનો આ બિલકુલ યોગ્ય સમય છે, જેનાથી ટીમ પોતાની આગળની રણનીતિ પર કામ કરતા કોઈ અન્ય ખેલાડીને તૈયાર કરી શકે.

ADVERTISEMENT

ફેન્સ અને ખેલાડીઓનો માન્યો આભાર
તેણે આગળ લખ્યું, હું આવા સમયે ઓસ્ટ્રેલિયન ખેલાડી, મારી ટીમની સાથે પરિવાર અને પત્નીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે દરેક સમયે મારો સાથે આપ્યો. હું ફેન્સનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું જેમનો સતત સપોર્ટ મને મળતો રહ્યો. વર્ષ 2021માં ટી-20 વર્લ્ડકપ અને વર્ષ 2015માં વર્લ્ડકપ જીતવો મારા કરિયરી સૌથી શાનદાય યાદો રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT