જૂની પેન્શન યોજના મુદ્દે AAPનું સરકારી કર્મચારીઓને સમર્થન, કહ્યું- 15મા દિવસે કેજરીવાલ…
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આંદોલનોએ વેગ પકડ્યો છે. વિવિધ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા ગાંધીનગરમાં આંદોલનો ચાલી રહ્યા છે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આંદોલનોએ વેગ પકડ્યો છે. વિવિધ સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા ગાંધીનગરમાં આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે આ આંદોલન સામે સરકારે ગઈકાલે કેટલીક માગ સ્વીકારવાની જાહેરાત કરી હતી. જેમાં જૂની પેન્શન યોજના પણ ફરી ચાલુ કરવાનું સરકારે કહ્યું હતું. જોકે તેમ છતાં સરકાર તરફથી આ મામલે સ્પષ્ટ નિર્ણય ન લેવાતા ઘણા કર્મચારી સંગઠનો આજે માસ સીએલ પર ઉતરી ગયા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ (AAP) આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
કર્મચારીઓના સમર્થનમાં આવ્યું AAP
AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, લાંબા સમયથી તમામ વિભાગના સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. 27 વર્ષથી સત્તામાં રહી સત્તાના નશામાં બેફામ બનેલા ભાજપના નેતાઓ આ અધિકારીઓનો અવાજ સાંભળતા નથી. તમામ કર્મચારીઓએ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે અને આ લોકસેવાના બદલામાં જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યા છે.
સરકારની જાહેરાતની પ્લાસ્ટિકની લોલીપોપ ગણાવી
ગઈકાલે રાત્રે ભાજપે અંગ્રેજો જેવી માનસિકતાનું પ્રધર્શન કર્યું. ગુજરાતના તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યા છે તેને સરકારે બંધ કરી છે. ભાજપે ગઈકાલે કર્મચારીઓમાં ફૂટ પડાવવાનું કામ કર્યું. કેટલાક લોકોને કર્મચારીઓના પ્રતિનિધિ બનાવી તેમની પાસે સ્ક્રિપ્ટેડ ભાષણો કરાવ્યા. સરકારનો ઈરાદો કર્મચારીઓની માગણીનો સંતોષવાનો હોય તો આવા લોકોની જગ્યાએ મુખ્યમંત્રીએ પોતે નિવેદન આપવું જોઈએ. ગઈકાલે રાતનો સીન આપણે જોયો. કર્મચારીઓના જ કેટલાક ફૂટેલા માણસોને માઈક પાસે બેસાડી કાપલી આપી ભાષણ કરાવ્યું.
ADVERTISEMENT
15 દિવસ પછી કેજરીવાલ કરશે પેન્શન યોજના મુદ્દે જાહેરાત
મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, કર્મચારીઓની જૂની માગણીને આંશિક રીતે સ્વીકારવામાં આવી છે. પરંતુ આનું અમલીકરણ ક્યારથી થશે, કેવી રીતે થશે અને કર્મચારીના કયા વર્ગને આવરી લેવામાં આવશે અને બાંહેધરી પત્ર જેવું ગતકડું નહીં લાવો તેની શું ગેરંટી? ભાજપના લોકોએ ગુજરાતના મહેનતું કર્મચારીઓને નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્લાસ્ટિકની લોલીપોપ આપી છે. જૂની કર્મચારીઓ પેન્શન યોજના માગી રહ્યા છે તેમના સમર્થનમાં AAP માંગ કરે છે કે ભાજપ સરકાર 15 દિવસની કર્મચારીઓની પેન્શનની માંગનું સુખદ સમાધાન લાવે. જો આમ નહીં કરે તો આપ અને કેજરીવાલ 15મા દિવસે ગુજરાતના કર્મચારીઓને લઈને મોટી જાહેરાત કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT