ગાંધીનગર: મનીષ સિસોદિયાની ધરપકડનો વિરોધ કરતા AAPના કાર્યકરોની અટકાયત, પોલીસે પકડી-પકડીને બસમાં પૂર્યા
ગાંધીનગર: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડના વિરોધમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની વિરોધ કરવા પહોંચ્યા હતા. ત્યારે સવારથી જ…
ADVERTISEMENT
ગાંધીનગર: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડના વિરોધમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની વિરોધ કરવા પહોંચ્યા હતા. ત્યારે સવારથી જ મોટી સંખ્યામાં હાથમાં પોસ્ટર્સ સાથે AAPના કાર્યકરોએ ગાંધીનગર વિરોધ કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
‘AAPની વધતી જતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી’
ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ કહ્યું કે, ગઈકાલે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી. 10 હજાર કરોડના દારૂના ગોટાળા અંગે ધરપકડ કરવામાં આવી છે. અમે પુછીયે છીએ કે તેમની પર જેટલી વાર રેડ કરી ત્યારે શું મળ્યું? દેશની એજન્સીઓનો દુરુપયોગ કરી AAPને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમે ડરવાના નથી. અમે ગૃહમાં પણ મુદ્દો ઉઠાવીશું.
ADVERTISEMENT
ગઈકાલે થઈ હતી મનીષ સિસોદિયાની ધરપકડ
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની દારૂ કૌભાંડમાં ધરપકડ, 8 કલાકની પૂછપરછ બાદ CBIએ રવિવારે ધરપકડ કરી હતી. આ પહેલા સીબીઆઈએ આ કેસમાં એક અધિકારીનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે આ મામલામાં તેણે કહ્યું હતું કે, મનીષ સિસોદિયા એક્સાઇઝ પોલિસી તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલાક નિર્દેશ આપ્યા હતા.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા)
ADVERTISEMENT
ADVERTISEMENT