AAPના કાર્યકરનો દાવો- જેને ટિકિટ આપી એ ઉમેદવારથી BJPને ફાયદો થશે! રાજીનામું આપી પોસ્ટર ફાડ્યા..

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/ પાટણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ત્રિપાંખીયા જંગ વચ્ચે દરેક પાર્ટીમાં નવો વિવાદ સામે આવ્યો છે. ઉમેવારોની પસંદગી કરવા મુદ્દે જે ટિકિટ વિવાદ થયો એના પરિણામે પાર્ટીની અંદર કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીમાં પણ અત્યારે એવી જ કઈ સ્થિતિ છે. જ્યાં સિદ્ધપુરના કાર્યકર્તાઓ ઉમેદવારોની પસંદગીથી નારાજ છે. રાજીનામું સોંપતા તેમણે કહ્યું કે અહીં ઉમેદવારોની પસંદગીના સમીકરણોથી સ્પષ્ટપણે ભાજપને ફાયદો થાય એમ જોવા મળી રહ્યું છે. તેથી મેં રાજીનામું આપ્યું છે. આની સાથે રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ પોસ્ટરો પણ ફાડ્યા હતા.

રાજીનામું આપી AAP પર કર્યા આકરા પ્રહાર
સિદ્ધપુર ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારને લઈને વિવાદ સામે આવ્યો છે. 2 વર્ષથી પાર્ટી માટે સતત કામ કરતા કાર્યકરોમાંથી ઉમેદવાર તરીકે પસંદ ન થતા નારાજગી જોવા મળી છે. આ દરમિયાન રાજીનામું આપી આમ આદમી પાર્ટીના કાર્યકરે જણાવ્યું કે અત્યારે પાર્ટીની ઉમેદવારોની પસંદગી અયોગ્ય છે. આ ઉમેદવારની પસંદગીથી સ્પષ્ટપણે ભાજપને મદદ થતી હોય એમ લાગી રહ્યું છે. આ સમીકરણો અમે સહન નથી કરી શકતા એટલે રાજીનામું આપું છું એ પત્ર પણ વાઈરલ થયો છે.

ADVERTISEMENT

નારાજ કાર્યકરોએ AAPના પોસ્ટર ફાડ્યા
રિપોર્ટ્સ પ્રમાણે છેલ્લા 2 વર્ષથી પાર્ટી માટે કામ કરતા હોવા છતા ટિકિટ ન મળતા કાર્યકર્તા નારાજ હતા. તો બીજી બાજુ ઘણા સમીકરણો આમ આદમી પાર્ટીના એવા હતા જે તેમના સમજમાં ન આવ્યા. આની વચ્ચે ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ વિકાસ પટેલ અને માઈનોરિટી જિલ્લાના ઉપપ્રમુખ વજીર અલીએ પાર્ટીને લેખિતમાં રાજીનામું સોંપી દીધું છે.

રાજીનામું સોંપ્યા પછી રિપોર્ટ્સ પ્રમાણે નારાજ કાર્યકરોએ આમ આદમી પાર્ટીની ઓફિસના પોસ્ટરો ફાડ્યા છે. દિવાલ પર લાગેલા સ્ટીકરને પણ કાર્યકર્તાએ ઉખાડી અને પડીકું વાળી ફેંકી દીધા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT