‘જીતી શકે એવી સીટ પર નબળા ઉમેદવારને ટિકિટ આપી’, AAPના કાર્યકરોનો બળાપો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભુજ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવતા જ તમામ પાર્ટીઓ મૂરતિયાઓ નક્કી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાની 10મી યાદી જાહેર કરી દીધી છે. જેમાં કુલ 139 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે ઉમેદવારો જાહેર થતા જ ઠેર-ઠેર AAPમાં ભડકો થઈ રહ્યો છે. સ્થાનિક કાર્યકરોમાં સતત નારાજગી સામે આવી રહી છે. ત્યારે કચ્છમાં પણ ભુજ વિધાનસભા-3 બેઠકને લઈને AAPમાં વિરોધના સૂર ઉઠ્યા છે.

AAPના લઘુમતિ સમાજના કાર્યકરોએ કરી ફરિયાદ
ભુજમાં AAPના લઘુમતિ સમાજના કાર્યકોરોએ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, પ્રભારી સંદીપ પાઠક સહિતના હોદ્દેદારોને પત્ર લખ્યો છે અને ભુજની બેઠક પર વર્તમાન ઉમેદવારની જગ્યાએ અન્ય ઉમેદવારની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આમ નહીં કરવામાં આવે તો 8 દિવસ બાદ ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પત્રમાં શું લખ્યું છે?
વિનંતી સાથે આપ સાહેબશ્રીને જણાવવાનું કે, ભુજ વિધાનસભા-3 માં મુસ્લીમ સમાજની 90552 થી પણ વધારે વોટીંગ છે અને પાર્ટી માટે જમીન સ્તર લઘુમતિ સમાજના કાર્યકર્તાઓ ઘણા ટાઈમથી ખૂબ મહેનત કરી કેજરીવાલ સાહેબના ગેરેન્ટી કાર્ડ 25000 થી વધારે કાર્ડ બનાવ્યા. પ્રોજેકટરથી જનસંવાદ, ડોર ટૂ ડોર ઘણા પ્રોગ્રામ કરીને સૌથી વધારે સંગઠન બનાવ્યો. અમારે લઘુમતિ સમાજ એવી અપેક્ષા હતી કે ભુજમાં અમારા કોઈ લઘુમતિ દાવેદારને પાર્ટી ઉમેદવાર જાહેર કરશે. પણ પાર્ટીનો કેવા પ્રકારનો સર્વે કર્યો છે તે સમજમાં નથી આવતો. જે ઉમેદવાર જાહેર થયા છે. તેમની પાસે સંગઠન નથી. ગ્રાઉન્ડ પર કયારે દેખાયા નથી. ખાલી ફોટા પાડવાની કાબેલીયત ધરાવે છે. દિલ્લીથી આવેલી ટીમને સાચવી રાખવાથી ટીકીટ મળી જાય છે, તેવું લાગી રહયો છે. જે સીટ પાર્ટી જીતી શકે તે બેઠક પર નબળા ઉમેદવાર ઉભા રાખીને પાર્ટી હારવા માગતી હોય તેવું દેખાય છે. આમ આદમી પાર્ટીમાં લઘુમતિ સમાજને કોઈ માન-સન્માન મળે તેવા મેઈન ટીમમાં હોદ્દા કેમ નથી મળતા. તો પાર્ટીને લઘુમતિ સમાજના વોટની જરૂર નથી. લઘુમતિ સમાજ સાથે અન્યાય થયો છે શું પાર્ટીને લઘુમતિ, દલિત વોટની જરૂર નથી ? આની અસર કચ્છ જિલ્લાની અન્ય પાંચ વિધાનસભામાં પડી શકે છે. લઘુમતિ સમાજને આઠ દિવસમાં પાર્ટી તરફથી ન્યાય નહિ મળે તો ઉગ્ર વિરોધ ગ્રાઉન્ડ પર થાશે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT