ભાજપની ગેરન્ટીઓ FAIL; ગુજરાતમાં AAPની સરકાર બનવાની જ છે – કોળી સમાજના નેતાની ગર્જના
ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. તેમણે કોળી સમાજના દિગ્ગજ નેતા રાજુ સોલંકીને પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. તેવામાં પાર્ટીમાં…
ADVERTISEMENT
ભાવનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. તેમણે કોળી સમાજના દિગ્ગજ નેતા રાજુ સોલંકીને પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. તેવામાં પાર્ટીમાં જોડાયા પછી રાજુ સોલંકીએ કહ્યું કે આ પાર્ટી ગરીબો અને સામાન્ય જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે સતત કાર્યરત છે. કેજરીવાલ લોકોના રૂપિયા લોકો સુધી પહોંચાડી તેમના જીવન ધોરણને સુધારે છે. આની સાથે રાજુ સોલંકીએ ભાજપની ગેરન્ટીઓ ફેલ રહી હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો છે. ચલો વિગતવાર આના પર નજર કરીએ…
ગુજરાતમાં AAPની સરકાર બનશે- રાજુ સોલંકી
રાજુભાઈ સોલંકીએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. તેઓ ગરીબો અને સામાન્ય જનતાની સેવા કરવા તત્પર છે. વળી દિલ્હીમાં જેવી રીતે ધુરંધર પાર્ટીઓને હરાવીને આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે એ પ્રશંસનીય છે. વળી હવે પંજાબમાં પણ ભગવંત માનના નેતૃત્વ હેઠળ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાનો પરચો બતાવી દીધો છે. જેથી કરીને હવે ગુજરાત રાજ્યમાં પણ AAP સરકાર બનાવવા જઈ રહી છે.
કેજરીવાલની ગેરન્ટીનો અમલ થાય છે- રાજુ સોલંકી
રાજુ સોલંકીએ વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ લોકોના રૂપિયા લોકો સુધી પહોંચાડી તેમના વિકાસમાં મદદ કરે છે. આની સાથે જ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે અનેક ગેરન્ટીઓ આપી છે. જેના મુખ્ય મુદ્દાઓ ગરીબી, બેરોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી છે. તેવામાં અરવિંદ કેજરીવાલનની ગેરન્ટીઓનો અમલ થાય છે.
ADVERTISEMENT
ભાજપની ગેરન્ટી FAIL રહી છે – રાજુ સોલંકી
ભાજપે પણ ઘણી ગેરન્ટીઓ આપી હોવાનું રાજુ સોલંકીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપની ઘણી ગેરન્ટીઓનો અમલ થયો જ નથી. લોકોને ઘણા વાયદા કર્યા હતા પરંતુ એ હજુ સુધી પૂરા થઈ શક્યા જ નથી. તેવામાં બીજી બાજુ પંજાબ અને દિલ્હી મોડલને જુઓ તો કેજરીવાલની સરકારે જનતાને આપેલી દરેક ગેરન્ટી પૂરી કરી છે.
ADVERTISEMENT