AAPના કાર્યકર્તાઓને ગ્રામજનોએ તગેડી મૂક્યા, કહ્યું- હિન્દુ વિરોધી પાર્ટી ન જોઈએ; જાણો વિગતવાર
જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પ્રચાર માટે ગામે-ગામ પ્રવાસ કરી રહી છે. તેવામાં AAPના કાર્યકર્તાઓ જુનાગઢના તોરણિયા ખાતે પ્રચાર કરવા માટે ગયા…
ADVERTISEMENT
જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પ્રચાર માટે ગામે-ગામ પ્રવાસ કરી રહી છે. તેવામાં AAPના કાર્યકર્તાઓ જુનાગઢના તોરણિયા ખાતે પ્રચાર કરવા માટે ગયા હતા. જ્યાં સ્થાનિકોએ આપની સભામાં જ હોબાળો મચાવી દીધો અને કાર્યકર્તાઓને તગેડી મુક્યા હતા. એટલું જ નહીં આ દરમિયાન સરપંચે પણ ગામના આગેવાનો સાથે મળીને આમ આદમી પાર્ટીનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યું કે હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટીને અમે પ્રવેશ નહીં કરવા દઈએ. ગોપાલ ઈટાલિયાના વાઈરલ વીડિયોના કારણે આ અસર થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટીની નો એન્ટ્રી
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જુનાગઢ ખાતે ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. ત્યાં તોરણિયા ખાતે આપની સભામાં સ્થાનિકો દ્વારા ભારે હોબાળો થયો હતો. તેમણે કાર્યકર્તાઓને ઠપકો આપતા કહ્યું કે હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટીની અહીંયા એન્ટ્રી નહીં થવા દઈએ. અમે ભાજપની વિચારધારાથી જ પ્રેરિત છીએ.
ADVERTISEMENT
AAPના કાર્યકરો પર સરપંચ પણ ભડક્યા!
અહેવાલો પ્રમાણે સ્થાનિકોની સાથે ગામના સરપંચ પણ આપના કાર્યકરો પર ભડક્યા હતા. આની સાથે ગ્રામજનોએ કહ્યું કે સૌથી પહેલા પ્રચાર કેવી રીતે કરવો એ શીખવાની જરૂર છે.
ગ્રામજનોએ AAP કાર્યકરોને તગેડી મૂક્યા
પ્રોજેક્ટર પર જે પ્રચાર કાર્યક્રમ ચાલી રહ્યો હતો એને બંધ કરાવી દેવાયો હતો. નોંધનીય છે કે આ દરમિયાન આમ આદમી પાર્ટી સતત કાર્યકરોને સમજાવવા પ્રયાસ કરી રહી હતી. પરંતુ ગ્રામજનો એકપણ શબ્દ સાંભળવા માગતા નહોતા.
ADVERTISEMENT
ઈટાલિયાનો મંદિરોમાં શોષણ થઈ રહ્યું હોવાનો વીડિયો વાઈરલ…
ગોપાલ ઇટાલિયાન વધુ એક વિડીયો વાઇરલ જેમાં તે મંદિરોમાં શોષણ થઈ રહ્યું છે તેમ કહ્યું છે અને વધુ માં કહ્યું કે, માતા અને બહેનોને રિક્વેસ્ટ કરવી જોઈએ, મારી માતા, બહેનો અને દીકરીઓ કથાઓ અને મંદિરોમાં કઈ નહીં મળે ત્યાં શોષણનું ઘર છે. જો તમારે તમારો અધિકાર જોઈતો હોઇ, આ દેશ પર તમારે સાશન કરવું હોઇ સમાન દરજ્જો જોઈતો હોય તો કથાઓમાં નાચવામાં બદલે તમે વાંચો.
ADVERTISEMENT
વડાપ્રધાન અંગે વિવાદિત શબ્દોચ્ચાર કરતો વીડિયો વાઇરલ
ગોપાલ ઈટાલિયાનો એક વિવાદિત વાણીવિલાસ કરતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેને તેજેન્દ્રપાલ સિંહ બગ્ગાએ શેર કર્યો હતો અને હર્ષ સંઘવીએ રીટ્વિટ કર્યો. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો ઘણો જૂનો છે. તેમાં ગોપાલ ઈટાલિયા ઝાડીઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળ્યા છે. આ દરમિયાન તેઓ ઉચ્ચ હોદ્દા પર બેઠા અને દેશના વડાપ્રધાન વિશે વિવાદત શબ્દોચ્ચાર કરતા સાંભળવા મળ્યા હતા.
With Input- ભાર્ગવી જોશી
ADVERTISEMENT