BJPની ગૌરવ યાત્રાને ટક્કર આપવા આજથી AAPની પરિવર્તન યાત્રા, સૌરાષ્ટ્ર-ઉ.ગુજરાતની 60 બેઠકો ખૂંદશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આજથી આમ આદમી પાર્ટીની સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લોકસંપર્ક માટેની યાત્રા શરૂ થશે. AAPના નેતા ઈસુદાન ગઢવી સવારે 9 વાગ્યે મોગલધામ, ભીમરાણા યાત્રાનો પ્રારંભ કરાવશે. જે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની 60થી વધુ બેઠકો પર ફરશે. ત્યારે તાજેતરમાં જ ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા યોજી હતી, જેમાં અલગ અલગ યાત્રાઓ દ્વારા કુલ 144 જેટલી બેઠકો પર મતદારો સુધી ભાજપના નેતાઓ પહોંચ્યા હતા. ત્યારે હવે ભાજપની ગૌરવ યાત્રા સામે AAPએ બસ, હવે તો પરિવર્તન જોઈએ’ યાત્રા કાઢવામાં આવી રહી છે.

યાત્રામાં રોડ-શો, પદયાત્રા અને ડોર ટુ ડોર સંપર્ક અભિયાન કરાશે
ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીના AAPના નેતા મનોજ સોરઠીયાએ આ યાત્રાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ યાત્રા સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, તથા ઉત્તર ગુજરાત સહિત 60 જેટલી વિધાનસભા બેઠકો પર જશે. આ યાત્રા દરમિયાન અનેક જગ્યાએ પદયાત્રા, રોડ શો, સભાઓ તથા ડોર ટુ ડોર સંપર્કનો અભિયાન શરૂ થશે. આ બાદ ગોપાલ ઈટાલિયાની પણ વધુ એક યાત્રા શરૂ થશે.

એકબાજુ ઈસુદાનની યાત્રા બીજી બાજુ કેજરીવાલ સભાઓ ગજવશે
નોંધનીય છે કે, ચૂંટણી નજીક આવતા જ આમ આદમી પાર્ટીએ પોતાનું પ્રચાર અભિયાન વધુ ઝડપી કરી દીધું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 60 જેટલી બેઠકો પર યાત્રા સાથે સાથે અરવિંદ કેજરીવાલ પણ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેઓ 6 જેટલી જગ્યાએ જનસભાને સંબોધવાના છે. જેમાં બે જનસભા દક્ષિણ ગુજરાતના નવસારી તથા નર્મદા જિલ્લામાં, બે જનસભા ઉત્તર ગુજરાતના પાટણ તથા પંચમહાલમાં અને બે જનસભા સૌરાષ્ટ્રના અમરેલી તથા રાજકોટમાં હશે. આમ એક બાજુ આપની યાત્રા નીકળશે, બીજી બાજુ કેજરીવાલ જનસભાઓ સંબોધશે.

ADVERTISEMENT

3 દિવસના ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલ ગુજરાતમાં 3 દિવસમાં 6 જેટલી જનસભાઓ ગજવશે. 28, 29 અને 30 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તમામ સભાઓમાં તેમની સાથે હાજર રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT