કેજરીવાલ સૌરાષ્ટ્રમાં, ઈટાલિયા આજે સુરતમાં ભાજપના ગઢમાં રોડ શો અને જનસભા ગજવશે, જાણો કાર્યક્રમ
સુરત: વિધાનસભાની ચૂંટણીના આ વખતે તમામ બેઠકો પર લડવા માટે ઉતરી રહેલી આમ આદમી પાર્ટીની આજે સુરતમાં પરિવર્તન યાત્રા નીકળશે. સુરતમાં આજે લિંબાયત, ચોર્યાસી વિધાનસભા…
ADVERTISEMENT
સુરત: વિધાનસભાની ચૂંટણીના આ વખતે તમામ બેઠકો પર લડવા માટે ઉતરી રહેલી આમ આદમી પાર્ટીની આજે સુરતમાં પરિવર્તન યાત્રા નીકળશે. સુરતમાં આજે લિંબાયત, ચોર્યાસી વિધાનસભા બેઠકમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા નીકળશે જ્યારે વરાછા બેઠક પર જનસભા રાત્રે યોજાશે અને મતદારોને આકર્ષવા માટે પ્રયાસ કરશે. ગોપાલ ઈટાલિયાના નેતૃત્વમાં નીકળનારી આ રેલીમાં મોટી સંખ્યામાં AAPના કાર્યકરો અને સમર્થકો પણ સાથે જોડાશે.
વરાછામાં અલ્પેથ કથીરિયા AAPના ઉમેદવાર
વરાછા બેઠકને પાટીદારોને ગઢ માનવામાં આવે છે, ગઈકાલે જ અહીંથી અલ્પેશ કથીરિયાને અહીંથી ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા. બીજી તરફ કેજરીવાલ પણ આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં રોડ શો કરવાના છે. કેજરીવાલ આજે જૂનાગઢ, કેશોદ રોડ શો કરવાના છે. છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના પ્રવાસે આવેલા કેજરીવાલ પણ ઠેર ઠેર સભાઓ અને રોડ શો કરી રહ્યા છે.
ADVERTISEMENT
AAPએ ઉમેદવારોની 11 યાદી જાહેર કરી
આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ગઈકાલે જ 11મી યાદી AAP દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં બે મોટા પાટીદાર નેતાઓ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે પાટીદારોના ગઢ એવા વિસ્તારોમાં જ આમ આદમી પાર્ટી આજે પરિવર્તન યાત્રા નીકળશે, ત્યારે સંકેત સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીની નજર આ વખતે સુરતમાં ભાજપના ગઢ પર છે. એવામાં જોવાનું રહેશે કે આગામી ચૂંટણીના પરિણામોમાં ભાજપને કેટલનું નુકસાન કરશે.
ADVERTISEMENT