AAPના કેજરીવાલનો વાંકાનેરમાં ભવ્ય રોડ શો, કહ્યું- તમારુ વીજળીનું બિલ હું ભરીશ..
મોરબીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે મોરબીના વાંકાનેર જિલ્લામાં અરવિંદ કેજરીવાલ આજે રવિવારે ભવ્ય રોડ શો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે…
ADVERTISEMENT
મોરબીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે મોરબીના વાંકાનેર જિલ્લામાં અરવિંદ કેજરીવાલ આજે રવિવારે ભવ્ય રોડ શો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે અગાઉ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરા તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કર્યા છે. તેવામાં હવે ચૂંટણીના ધમધમાટ વચ્ચે મોરબીમાં આજે અરવિંદ કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે.
રોડ-શો દરમિયાન કેજરીવાલે કહ્યું…
મોરબીમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં અમારી સરકાર બનશે. હું તમારો ભાઈ બનીને તમારા પરિવારનો સભ્ય બનીને દરેકની જવાબદારી હું સંભાળીશ. ત્યારપછી જનતાને મોંઘવારીથી છૂટકારો અપાવીશું. ડિસેમ્બરમાં સરકાર બનશે અને 1 માર્ચથી તમારે વીજળીનું બિલ ભરવાની જરૂર નથી. હુ તમારો ભાઈ છું, હું બિલ ભરીશ. દિલ્હીમાં 24 કલાક વીજળી આવે છે અને 0 રૂપિયા બિલ આવે છે.
જાણો રોડ શોનો રૂટ
ADVERTISEMENT
- અરવિંદ કેજરીવાલ અત્યારે મોરબીના વાંકાનેર ખાતે રોડ શો કરી રહ્યા છે.
- વાંકાનેરના જકાતનાકાથી રોડ શો શરૂ થઈ ચૂક્યો છે.
- વાંકાનેરના પુલ દરવાજા સુધી આ રોડ શોનું આયોજન કરાયું છે.
- અરવિંદ કેજરીવાલના રોડ શોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે.
ભાજપ-કોંગ્રેસમાં જોડાવા માટે ઈસુદાનને થઈ હતી ઓફર?
AajTak સાથે અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ ખાસ ઈન્ટરવ્યૂ આપ્યો હતો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હું જ્યારે પત્રકારત્વમાં હતો ત્યારે પણ હું એટલો લોકપ્રિય હતો. જ્યારે મેં પત્રકારત્વ છોડ્યું ત્યારે એવું નહોતું કે AAPમાંથી જ ઓફર હતી. બીજી બંને પાર્ટીમાંથી પણ મને કહેવામાં આવ્યું હતું. પરંતુ મારે સારી શિક્ષા માટે કામ કરવું હતું, મને રાજનીતિનો ર નથી આવડતો, કામનો ક આવડે છે.
ઈસુદાન પત્રકારત્વ છોડીને કેમ આવ્યા રાજનીતિમાં?
અરવિંદ કેજરીવાલે મને ફોન કર્યો તમે સારા લોકપ્રિય છો અને તમારે AAP જોઈન કરવી જોઈએ. તમે મુદ્દાનું પત્રકારત્વ કરો છો. મેં ત્યારે પણ કહ્યું હતું કે હું રાજનીતિ કરવા માટે નથી આવી રહ્યો. મને કંઈ જોઈતું પણ નથી. ગુજરાતની જનતાની પીડા મારાથી જોવાઈ નહીં એટલે હું રાજનીતિમાં આવ્યો હતો
ADVERTISEMENT
With Inputs: રાજેશ આંબલિયા
ADVERTISEMENT
ADVERTISEMENT