AAPનું માજી સૈનિક આંદોલનને સંપૂર્ણ સમર્થન, શહીદ જવાનના પરિવાર માટે રૂ.1 કરોડની સહાય માગી
અરવલ્લીઃ ગાંધીનગર ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ બુધવારે પોતાની વિવિધ માંગણીઓને લઈને મોરચો માંડ્યો હતો. આ દરમિયાન એક નિવૃત જવાન શહીદ થઈ જતા ભારે ચકચાર મચી…
ADVERTISEMENT
અરવલ્લીઃ ગાંધીનગર ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ બુધવારે પોતાની વિવિધ માંગણીઓને લઈને મોરચો માંડ્યો હતો. આ દરમિયાન એક નિવૃત જવાન શહીદ થઈ જતા ભારે ચકચાર મચી ગઈ હતી. નોંધનીય છે કે હવે સરકારે આ મુદ્દે તપાસ કરવા માટે એક કમિટિની રચના કરી દીધી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ માજી સૈનિકોના આંદોલનને સમર્થન આપ્યું છે. અરવલ્લીમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું. આ દરમિયાન માજી સૈનિકોના પરિવારજનોને રૂ.1 કરોડની સહાય કરવા પણ જણાવ્યું છે.
આંદોલન દરમિયાન નિવૃત્ત જવાન શહીદ
માજી સૈનિક આંદોલન દરમિયાન એક જવાન શહીદ થઈ ગયા હતા. આ અંગે મોડી રાત સુધી માજી સૈનિકોએ હોસ્પિટલને ઘેરી હતી અને તેમના પાર્થિવ શરીરને બહાર લઈ જવાની ના પાડી હતી. જોકે ત્યારપછી પરિવારના સભ્યોએ આની અનુમતિ આપી દીધી હતી. નોંધનીય છે કે આ સમગ્ર મામલે કોંગ્રેસ પછી હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે. તેમણે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જેમા શહીદ થયેલા નિવૃત્ત જવાનના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાયતા કરવાની માગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સરકારે તપાસ કમિટિ બનાવી…
ગુજરાતમાં નિવૃત આર્મી જવાનો પોતાની વિવિધ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે મોરચે માંડીને બેઠા છે. આ વચ્ચે ગઈકાલે ગાંધીનગરમાં એક નિવૃત્ત જવાનનું મોત થયું હતું. જે બાદ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરી હતી. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે આ મામલે એક કમિટીની રચના કરી છે, જે બે દિવસમાં નિવૃત્ત જવાનના મોત થવાનું કારણ સરકારને સોંપશે.
with input – હિતેશ સુતરિયા
ADVERTISEMENT
ADVERTISEMENT