AAP એ ફરી શરૂ કર્યો બેઠકનો સિલસિલો, આગામી રણનીતિ માટે બોલાવી બેઠક

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરી તકાત લગાવી દીધી હતી.. પરંતુ ગુજરાતમાં કેજરીવાલનો જાદુ ચાલ્યો ન હતો. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીએ અનેક ગેરેન્ટી આપી પરંતુ ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને 182 બેઠકો માંથી ફક્ત 5 બેઠકો પર જ નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટેની તૈયારી કરી દીધી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી આગામી રણનિતીને લઈને ચર્ચા વિમર્શ માટે એક અગત્યની મિટીંગનું આયોજન રાખવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને ધારાસભ્યોએ હાજરી આપી હતી.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મોટો ફટકો પાડ્યો છે. હવે આમ આદમી પાર્ટીના ફક્ત 5 ધારાસભ્યો ગુજરાતની વિધાનસભામાં છે.  ત્યારે  સરકાર સામે લડત આપવા અને આગામી સમય માટે રણનીતિ ઘડવા આમ આદમી પાર્ટીએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ ટ્વિટ કરી જણાવ્યું છે.

ગોપાલ ઇટાલીયા ટ્વિટ કરી આપી માહિતી
આમ આદમી પ્રત્યના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ ટ્વિટ કરી જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના આગળના કાર્યક્રમો તેમજ સંગઠનમાં વધુ મજબૂતી લાવવાના આયોજન સંદર્ભે મિટિંગ મળી

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીના આ ઉમેવદવારોનો વિજય થયો 
વીસાવદર સીટ પરથી ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટણી જીત્યા
ગારિયાધાર બેઠક પરથી  સુધીર વાઘાણી ચૂંટણી જીત્યા
જામજોધપુર બેઠક પરથી   હેમંત આહીર ચૂંટણી જીત્યા
બોટાદ બેઠક પરથી  ઉમેશ મકવાણા ચૂંટણી જીત્યા
ડેડીયા પાડા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી જીત્યા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT